સ્કૂલ,બસ,ટ્રેન,હોસ્પિટલ, બધે જ ચાલશે 500ની જુની નોટ

નવી દિલ્હીઃ નોટબંધીથી લઇને પરેશાન લોકોને મોદી સરકારે વધુ કેટલાક દિવસની રાહત આપવાની જાહેરાત કરી છે. જો કે સરકારે ચોખ્ખુ કહ્યુ છે કે 500 અને 1હજારની જુની નોટો હવે બેંકમાં અને પોસ્ટ ઓફિસમાં બદલાવી નહી શકાય પરંતુ તે નોટો જમા પોતાના એકાઊન્ટમાં કરી શકાશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હીઃ નોટબંધીથી લઇને પરેશાન લોકોને મોદી સરકારે વધુ કેટલાક દિવસની રાહત આપવાની જાહેરાત કરી છે. જો કે સરકારે ચોખ્ખુ કહ્યુ છે કે 500 અને 1હજારની જુની નોટો હવે બેંકમાં અને પોસ્ટ ઓફિસમાં બદલાવી નહી શકાય પરંતુ તે નોટો જમા પોતાના એકાઊન્ટમાં કરી શકાશે.

not02
સરકારે કહ્યુ કે એક હજારની નોટનો ઉપયોગ 15મી ડિસેમ્બર સુધી કેટલાક જરૂરી કામકાજ માટે જ થઇ શકશે. સરકારે કેન્દ્રીય સ્કુલો, રાજ્યોની સરકારી સ્કુલો, નગર નિગમ અને નગરપાલિકાની સ્કુલોમાં 2000 સુધીની ફી જુની નોટોથી જમા કરાવી શકવાની છુટ 15 ડિસેમ્બર સુધી આપી છે. મેટ્રો,રેલવે, સરકારી બસો, પેટ્રોલ પંપ અને સરકારી હોસ્પિટલોમાં પણ 15 ડિસેમ્બર સુધી જુની 500 અને 100ની નોટો ચાલશે.
આ સાથે જ સરકારે દેશના રાષ્ટ્રીય રાજમાર્ગો પર એક ડિસેમ્બર સુધી ટોલ ટેક્સ મુક્ત કરી દીધો છે. મનસુખ મંડાવિયાએ ટ્વીટ કરી આ જાણકારી આપી હતી. 1 ડિસેમ્બર મધરાત સુધી ટોલટેક્સમાંથી મોટા વાહનોને પણ મુક્તિ અપાઇ છે. આ અગાઉ 24 નવેમ્બર સુધી છુટની મુદ્દત અપાઇ હતી જે હવે વધારાઇ છે.
નોધનીય છે કે, જુની નોટોથી જરૂરી સેવાની 24મી નવેમ્બર સુધીની મુદ્દત હતી. સરકારે નોટ બદલવાની સમય મર્યાદા વધારી નથી પરંતુ 500ની જુની નોટો ચાલુ રહે તેની મર્યાદા 20 દિવસ વધારી છે. સહકારી દુકાનો પરથી 5000રૂપિયાની ખરીદી પણ જુની 500ની નોટથી કરી શકાશે.

500ની જૂની નોટ હવે 15 ડિસેમ્બર સુધી ચાલશે
પેટ્રોલ પંપ, સરકારી હોસ્પિટલમાં ચાલશે 500ની જૂની નોટ
સરકારી સ્કૂલમાં પણ સ્વીકારાશે 500ની જૂની નોટ
આજ મધરાતથી પુર્ણ થતી હતી જૂની નોટ સ્વીકારવાની મુદ્દત
આવતીકાલથી બેન્કોમાં બંધ કરાશે એક્સચેન્જ કાઉન્ટર
બેન્કોમાં આવતીકાલથી જૂની નોટો નહી બદલાવી શકાય
1000ની નોટ ફક્ત બેન્કખાતામાં જમા કરાવી શકાશે
મેટ્રોના રેલવે સ્ટેશન પર પણ ચાલશે 500ની જૂની નોટ
First published:

Tags: 500-1000 નોટ બંધ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन