Home /News /dang /Navsari: 181 અભિયમે ભૂલી પડેલી 35 વર્ષિય મહિલાનો પરિવાર સાથે કરાવ્યો મિલાપ!

Navsari: 181 અભિયમે ભૂલી પડેલી 35 વર્ષિય મહિલાનો પરિવાર સાથે કરાવ્યો મિલાપ!

સખી વન સ્ટોપ 

૧૮૧ અભયમ ટીમ કરી રહી છે મહિલાઓની સુરક્ષા, એક જ ફોન સાથે સમસ્યાનો થાય છે નિકાલ 

    Navsari: મહિલાઓની સુરક્ષા માટે હાલ સરકાર વિવિધ ક્ષેત્રોમાં આગળ છે ત્યારે સરકારની પોલીસ વિભાગની આગવી અને મહિલાઓ માટે કામ કરતી અભયમ 181 હેલ્પ લાઈન જે મહિલાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. જે થકી ઘરમા મહિલાઓને અપાતો ત્રાસ, ઘરેલુ હિંસા જેવા કેસોમાં ઘટાડો થયો છે. તાજેતરનું ઉદાહરણ જોઇયે તો 181-અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા લશ્કરીયા ગામેથી રાત્રિના  ભૂલી પડેલી એક 35 વર્ષની મહિલા મળી આવી હતી.

    જેમને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામા આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના કેસ કાઉન્સિલર દ્વારા આશ્રિત બહેનનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ કે તેણીનું નામ કલ્પનાબેન છે, અને તે આહવા તાલુકાના ગાઢવી ગામના રહેવાસી છે.


    સેન્ટરની બહેનો દ્વારા મહિલાના પરિવારજનો સાથે ટેલીફોનિક સંપર્ક સાધી બહેન સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય અર્થે રોકાયેલા હોવાની જાણ કરતા પરિવારજનો રૂબરૂ સેન્ટર પર હાજર થયા હતા. પરિવારજનો સાથે આશ્રિત બહેન વિશે વિગતે ચર્ચા કરતા જાણવા મળેલું કે બહેનનુ માનસિક સંતુલન બરાબર નથી, જેના કારણે અવાર-નવાર ઘર છોડી નીકળી જતા હોય છે. જેથી સેન્ટરના સ્ટાફ કર્મચારી દ્વારા પરિવારજનોને સમજાવતા જણાવેલું કે આશ્રીત બહેનની યોગ્ય દેખરેખ રાખે, અને તબીબી સારવાર કરાવશો.

    જેથી આશ્રિત બહેનના પરિવારજનોએ પોતાની સાથે પોતાની જવાબદારી પર સાર સંભાળ, અને દેખરેખ રાખશે, અને સિવિલ હોસ્પિટલમા રૂબરૂ તબીબી સારવાર કરાવશે. આમ જણાવીને આશ્રિત બહેનને સેન્ટરના સ્ટાફ કર્મચારી અને મહિલા પોલીસ કોન્સ્ટેબલની હાજરીમા પરીવારજનો સાથે પુન:સ્થાપન કરેલું.
    આમ આશ્રિત બહેનનો પરિવારજનો સહી સલામત સોપણીની કરતા તેમણે હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરતા ડાંગ જિલ્લા મહિલા અને બાળ વિકાસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
    First published:

    Tags: Local 18, નવસારી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો