Home /News /dang /Navsari: શું તમને ખબર છે સાપુતારાનું આ ખાટું-મીઠુ ફળ ખુબ જ ફેમસ છે, જુઓ વીડિયો

Navsari: શું તમને ખબર છે સાપુતારાનું આ ખાટું-મીઠુ ફળ ખુબ જ ફેમસ છે, જુઓ વીડિયો

X
સાપુતારામાં

સાપુતારામાં સ્ટ્રોબેરીની ખેતીનું પ્રમામ વધ્યું

બાળકોની ખૂબ જ પ્રિય અને વીટામેન સીથી ભરપૂર એવી સ્ટ્રોબેરી ના આજે મોટા શહેરોની સાથે સાથે ગ્રામીણ વીસ્તારોમાં પણ અનેક ચાહકો છે. સ્ટ્રોબેરીની ખેતી મહારાષ્ટ્રના મહાબળેશ્વર અને અન્ય ખીણવાળા વિસ્તારોમાં થતી હોય છે.

  Navsari:  સ્ટ્રોબેરીથી સૌ કોઈ વાકેફ હશે પરંતુ તમે જાણો છો સાપુતારામાં કુદરતી સૌંદર્ય નિહાળવા આવતા લોકો હવે સ્ટ્રોબેરીને પણ સાપુતારાની ઓળખ ગણાવે છે. એટલે જ આજે ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને મહાબળેશ્વરના બજારમાં પણ સાપુતારાની સ્ટ્રોબેરીની માંગ વધી છે. જે એક સંકરીત ફળ છે. બાળકોની ખૂબ જ પ્રિય અને વીટામેન સીથી ભરપૂર એવી સ્ટ્રોબેરીના આજે મોટા શહેરોની સાથે સાથે ગ્રામીણ વીસ્તારોમાં પણ અનેક ચાહકો છે.

  સ્ટ્રોબેરીની ખેતી મહારાષ્ટ્રના મહાબળેશ્વર અને અન્ય ખીણવાળા વિસ્તારોમાં થતી હોય છે. અત્યારસુધી મહાબળેશ્વરની માનીતી એવી આ ખાટી મીઠી સ્ટ્રોબેરી હવે ગુજરાતના સાપુતારા ની પણ ઓળખ બની ગઇ છે. 2018/19 થી ડાંગ માં આં ખેતીની શરૂઆત થઈ હતી. સૌ પ્રથમ બે જેટલાં ખેડૂતોએ બાગાયત વિભાગ પાસેથી સલાહ લઇને શરૂઆત કરી હતી. ત્યારથી અત્યાર સુધી ડાંગ જિલ્લામાં 5 હેક્ટર વિસ્તારમાં સ્ટ્રોબેરીની ખેતી થાય છે. જે શરૂઆત માં 200 થી 250 રૂપિયા જેટલી કિંમત કિલો દીઠ મળે છે જેના મુખ્ય ગ્રાહકો ડાંગ ખાતે આવતા ટુરિસ્ટ મોટા ભાગે હોય છે.  સ્ટોબેરીની અલગ જ ખાસિયતો છે. આ ફળ સુગંધ, સોડમ, લાલ ચટ્ટક રંગ, રસાળ સપાટી અને મીઠાશ માટે પ્રખ્યાત છે. આને યાતો ફળ તરીકે અથવા તો જ્યુસ, પાઈ, આઈસક્રીમ, મિલ્કશેક વગેરે જેવી અન્ય વાનગીઓની બનાવટમાં વાપરવામાં આવે છે. સ્ટ્રોબેરીની કૃત્રીમ રીતે બનાવેલી સુગંધ (એસેન્સ) પણ ઘણા ખોરાકમાં વપરાય છે. સૌ પ્રથમ વખત બગીચાની સ્ટ્રોબેરીનું સંકરણ એમીડી-ફ્રાન્કોઇસ ફ્રેઝિયરે 1750 માં ફ્રાન્સના બ્રિટની ખાતે કર્યું હતું.  આ માટે ઉત્તર અમેરિકાના પૂર્વ ભાગમાંથી લાવવામાં આવેલી જાતી ફ્રેગારિયા વર્ગેન્સિસ અને ચીલીથી લાવેલી ફ્રેગારિયા ચિલોએન્સિસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહત્વનું છેકે વ્યાવસાયીક ખેતીના પાક તરીકે ફ્રેગારિયા અને અનાનસની વિવિધ વેરાયટીઓનો ઉપયોગ થવાને કારણે સ્ટ્રોબેરીના સૌપ્રથમ પ્રકાર વુડલેંડ સ્ટ્રોબેરી, કે જેની ખેતી 17મી સદીમાં પહેલ વહેલી કરવામાં આવી હતી જે જાતની ખેતી લગભગ નહિવત થઈ ગઈ છે.  જોકે હાલમાં લોકો ફક્ત લાલ ફળ એટલે સ્ટ્રોબેરી તેટલીજ ઓળખ થી તેને જાણે છે. ડાંગ ના આદીવાસી ખેડૂતો હવે પરંપરાગત ખેતીની સાથે સાથે સિઝનલ પાક એવા સ્ટ્રોબેરીની ખેતી કરીને સારી આવક મેળવતા થયા છે. ખાસ કરીને ભેજવાળી અને ઠંડી આબોહવામાં પાકતી સ્ટ્રોબેરીને સાપુતારાની તળેટીવાળા વિસ્તારોમાં અનૂકુળ વાતાવરણ મળી રહેતા અહીંના ખેડૂતો ઓક્ટોમ્બર માસથી મે મહિના સુધી સ્ટ્રોબેરીની ખેતી કરી સારી આવક મેળવતા થયા છે.  સાપુતારામાં કુદરતી સૌંદર્ય નિહાળવા આવતા લોકો હવે સ્ટ્રોબેરીને પણ સાપુતારાની ઓળખ ગણાવે છે. એટલે જ આજે ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને મહાબળેશ્વરના બજારમાં પણ સાપુતારાની સ્ટ્રોબેરીની માંગ વધી છે. અત્યારસુધી ડાંગના ખેડૂતો ટામેટા અને ડાંગર જેવી પરંપરાગત ખેતી જ કરતા હતા.  સ્ટ્રોબેરી ચાર પ્રકાર

  જેમાં અણીદાર મોટી સ્ટ્રોબેરી \"રાની સ્ટ્રોબેરી\" નામથી ઓળખાય છે, જે ખાવામાં મીઠી લાગે છે. આવી જ અણીદાર અને મોટી ભરાવદાર પણ માથેથી જરા વળી ગયેલી સ્ટ્રોબેરી \"સ્વીટ ચાર્લી\"ના નામે ઓળખાય છે. જે ખાવામા રાની કરતા પણ ખૂબ મીઠી હોય છે. આ બંને સ્ટ્રોબેરી કરતા થોડી ખટાસ વાળું સ્ટ્રોબેરીનું ફળ \"સેલવા અને ચાલનાર\" તરીકે ઓળખાય છે, જે ઉપરથી પંખા આકાર કે ચપટુ લાગે છે.  ડાંગના ગરીબ ખેડૂતોનો રોકડિયા પાક તરફ વાળવા ડાંગના બાગાયત વિભાગે ખૂબ મહેનત કરી છે. છેલ્લા 19 વર્ષની મહેનત બાદ હવે ડાંગના ખેડૂતો આ પાકથી ખૂબ મોટી આવક મેળવતા થયા છે. ખાસ કરીને સ્ટ્રોબેરીના પાક માટે ડાંગની આબોહવા મહાબળેશ્વર કરતા પણ ખૂબ અનૂકુળ રહેતા મહારાષ્ટ્રથી સ્ટ્રોબેરીના છોડ માટેના રનર્સ લેવા ખેડૂતો સાપુતારા આવે છે. જેનાથી અહીંના આદીવાસી ખેડૂતોને ખૂબ સારી આવક મળી રહે છે. ગુજરાતનુ એકમાત્ર ગીરીમથક સાપુતારા અત્યારસુધી હવાખાવાનું સ્થળ તરીકે જાણીતુ હતું પરંતુ અહીંના આદીવાસી ખેડૂતોની મહેનતથી આજે આ વિસ્તરામાં પાકતી સ્ટ્રોબેરી પણ સપુતારાની ઓળખ બની ગઇ છે.  અહીંના સ્ટ્રોબેરીના ખેતરો હવે સાપુતારા આવતા સહેલાણીઓ માટે નવું પર્યટક સ્થળ બની ગયુ છે. ડાંગના ખેડુતોને રોકડીયા પાક તરફ વાળવા ડાંગના બાગાયત વિભાગ પ્રયત્નશીલ રહે છે. વર્ષોની મહેનત બાદ હવે ડાંગના ખેડુતો આ પાકથી સારી આવક મેળવતા થયા છે. હાલ જયારે ડાંગમાં સ્ટ્રોબેરી માટે અનુકૂક વાતાવરણ છે બાગાયત દ્વારા મદદ પણ કરવામાં અવે છે છતાં ખેડૂતો આ સ્ટોરબેરી જેવી કોમ્પ્લીકેટેડ ખેતી થી જાગૃત નથી.  ડાંગમાં જોઈએ તેટલા પ્રમાણમાં ખેડૂતોનો ઉત્સાહ નહીં સાથે જ જે પ્રવાસીઓ આવે છે તે જ આં સ્ટ્રોબેરીની ખરીદી કરતા હોવાથી ડાંગની સ્ટ્રોબેરી લોકલ માર્કેટ પર જે વેચાઈ રહી છે તેણે નેશનલ માર્કેટ મળે તો ખેડૂતોને સારા ભાવો મળે અને આર્થિક ઉપરજણ વધે તો અન્ય ખેડૂતો પણ સ્ટ્રોબેરીની ખેતી એટલેકે રોકડીયા પાક તરફ પ્રેરાય.
  First published:

  Tags: Dang, Local 18, નવસારી