Home /News /dang /ડાંગના વઘઇમાં સૌથી વધારે 11 ઇંચ વરસાદ, મોસમનો 61.55 ટકા વરસાદ
ડાંગના વઘઇમાં સૌથી વધારે 11 ઇંચ વરસાદ, મોસમનો 61.55 ટકા વરસાદ
વરસાદથી અસરગ્રસ્ત એવા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, ભરૂચ, નવસારી, વડોદરા અને ડાંગ જિલ્લામાંથી ૨૧૦૮૬ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને 373 નાગરિકોને રેસ્ક્યુ કરીને બચાવાયા છે.
વરસાદથી અસરગ્રસ્ત એવા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, ભરૂચ, નવસારી, વડોદરા અને ડાંગ જિલ્લામાંથી ૨૧૦૮૬ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને 373 નાગરિકોને રેસ્ક્યુ કરીને બચાવાયા છે.
ન્યૂઝ18ગુજરાતીઃ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં ગુજરાતનો એકપણ તાલુકો વરસાદી પાણી વગર રહ્યો નથી. આજે સોમવારે ગુજરાતમાં સૌથી વધારે ડાંગના વઘઇમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. મોસમનો 61.55 ટકા વરસાદ નોંધાયો હતો. ગુજરાતના સાત જિલ્લામાંથી 21086 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જ્યારે 373 નાગરિકોને રેસ્ક્યૂ દ્વારા બચાવવામાં આવ્યા છે.