Home /News /dang /

Saputara: સાપુતારામાં કુદરતી નયનરમ્ય દ્રશ્યો વચ્ચે ચિંતા કરનારા દ્રશ્યો દેખાયા

Saputara: સાપુતારામાં કુદરતી નયનરમ્ય દ્રશ્યો વચ્ચે ચિંતા કરનારા દ્રશ્યો દેખાયા

પ્રવાસીઓ પોતે જવાબદારી સમજે એ જરૂરી છે.

સેલ્ફી પોઇન્ટ ઉપર સુરક્ષા માટે બનાવેલ રેલિંગ ઉપર એક સાથે પાંચ લોકો બેસીને સેલ્ફી લઈ રહ્યા હતા, બીજી તરફ હજારો ફૂટ ઉપર રોપ-વેમાં સવાર પ્રવાસીઓ પણ મસ્તીમાં નિયમો ભૂલી ગયા હતા અને એક રોપવે કેબિનમાંથી બીજી કેબિનમાં બેસેલા લોકો એક બીજાને હાથ મિલાવવા માટે પ્રયત્ન કરતા સ્પષ્ટ જોવા મળ્યા હતા.

વધુ જુઓ ...
    કેતન પટેલ, ડાંગ: ડાંગ જિલ્લા (Dang District)માં ચોમાસા (Gujarat Monsoon) દરમિયાન ફરવા આવતા પ્રવાસીઓને મજા આવે અને તેમનો પ્રવાસ જીવનમાં યાદગાર ક્ષણ બની રહે તે માટે ગુજરાત પ્રવાસન વિભાગે (Gujarat Tourism Department) વધુ સુવિધા સાથે નવા પોઇન્ટ્સ બનાવ્યા છે. જેમાં સાપુતારા (Saputara) ખાતે ટેબલ પોઈન્ટ ઉપર બનાવેલ સેલ્ફી પોઇન્ટ (Saputara Selfie Point) જયાંથી એક સાથે બોટિંગ હાઉસ, સનરાઈઝ પોઈન્ટ, માલેગાંવ તેમજ ચારે બાજુ લીલાછમ પર્વતો ઉપર સંતાકૂકડી રમતા વાદળો વચ્ચે ઉભા રહેવાનો આનંદ કઈક અલગ છે.

    ખાસ કરીને ચોમાસામાં આવા અલૌકિક દ્રશ્યોને માણવા સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ આંનદ અને ઉત્સાહમાં ક્યારેક અકસ્માતનો ભોગ પણ બને છે. ડાંગ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કોઈ દુર્ઘટના ન બને એ માટે વિવિધ સ્થળોએ સુરક્ષા ગાર્ડ મુકવામાં આવ્યા છે છતાં કેટલાક પ્રવાસીઓ આવા સુરક્ષા ગાર્ડની વાતો ન માની ફોટો કે સેલ્ફી લેવા જીવ જોખમમાં મુકતા નજરે પડે છે.

    આ પણ વાંચો- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વિસ્ફોટ, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

    શનિવારના રોજ આવાજ કેટલાક દ્રશ્ય જોવા મળ્યા હતા, જેમાં સેલ્ફી પોઇન્ટ ઉપર સુરક્ષા માટે બનાવેલ રેલિંગ ઉપર એક સાથે પાંચ લોકો બેસીને સેલ્ફી લઈ રહ્યા હતા, બીજી તરફ હજારો ફૂટ ઉપર રોપ-વેમાં સવાર પ્રવાસીઓ પણ મસ્તીમાં નિયમો ભૂલી ગયા હતા અને એક રોપવે કેબિનમાંથી બીજી કેબિનમાં બેસેલા લોકો એક બીજાને હાથ મિલાવવા માટે પ્રયત્ન કરતા સ્પષ્ટ જોવા મળ્યા હતા. આ બંને દ્રશ્ય મોટા અકસ્માતને આમંત્રણ આપી શકે એવા છે. આ બન્ને તસવીર સર્પગંગા તળાવ પાસેની દુકાન ચલાવતા રિતેશભાઈ પટેલના કેમેરામાં કેદ થઈ છે, આ પ્રકારની હરકત સાપુતારામાં આવતા અન્ય પ્રવાસીઓ માટે પણ જોખમી બની શકે છે.



    પ્રવાસીઓ પોતે જવાબદારી સમજે એ જરૂરી છે

    સાપુતારામાં વેપાર કરતા રિતેશ પટેલ કહે છે કે, ચોમાસામાં સાપુતારા ખાતે આવતા સહેલાણીની સંખ્યા લાખ્ખોમાં હોય છે, અહીંયા લોકો મિત્ર મંડળ અને પરિવાર સાથે આવે છે ત્યારે ભીડમાં એકબીજાને શોધવા પણ ક્યારેક મુશ્કેલ બની જતા હોય છે, આવા સમયે સુરક્ષા માટે માત્ર વહીવટી તંત્ર ઉપર આશા રાખવી યોગ્ય નથી. કુદરતી સૌંદર્યની મજા માણવા આવતા લોકોએ આંનદમાં આવી જઇ એવી કોઈ હરકત ન કરવી જોઈએ જેનાથી કોઈ દુર્ઘટનાનો ભોગ બની જવાય, પ્રવાસન વિભાગ સુવિધા આપે છે પણ સાવધાની આપણાં હાથમાં છે. એટલે પ્રવાસીઓ પોતે જવાબદારી સમજે એ જરૂરી છે.

    આ પણ વાંચો- ધોધમાર વરસાદ બાદ અમદાવાદમાં ટ્રાફિકજામ, શહેરના ગરનાળાઓમાં પાણી ભરાયા

    દરેક પોઇન્ટ ઉપર સુરક્ષા વધારવામાં આવશે : પ્રવાસન મંત્રી પુરણેશ મોદી

    રાજ્યના પ્રવાસન મંત્રી પુરણેશ મોદી એ કહ્યું હતું કે, સાપુતારામાં હાલ વિકાસ ઝડપભેર આગળ વધી રહ્યો છે, અહીંયા ફરવા આવતા લોકોને વધુ સુવિધા મળી રહેતા ચોમાસામાં પ્રવાસીઓનો ધસારો વધે છે, આવા સમયે ઉત્સાહમાં આવી જઈ સેલ્ફી લેવા કે અન્ય કારણસર કોઈ દુર્ઘટના ના બને એ માટે અમે સુરક્ષાના વધુ પ્રયત્નો કરીશું.

    અગાઉ અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે

    સુરતના કામરેજથી પરિવાર સાથે ફરવા આવેલ રાકેશ પટેલ કહે છે કે, સાપુતારા અને તેની આસપાસના સ્થળોએ અગાઉ અનેક બનાવ બન્યા છે જેમાં સેલ્ફી લેવાના ચક્કરમાં કોઈએ જીવ ગુમાવ્યો હોય. ત્યારે પ્રવાસીઓની સુરક્ષા માટે થઈને બીજાના જીવ જોખમમાં મૂકે તેવા લોકો માટે માત્ર સૂચના આપવાથી કઈ નહીં થાય આવા લોકોને દાખલારૂપ દંડ કરવામાં આવે તે જરૂરી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Dang, Gujarat Tourism, Gujarati news, Saputara, સાપુતારા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन