સાપુતારામાં ટેબલ પોઇન્ટ પર જતી બ્લુ કલરની કાર અચાનક રિવર્સમાં જવા લાગી અને ત્યારબાદ ધડાકાભેર અથડાઈ
Saputara Table Point Accident Live Video : સાપુતારામાં ઢાળ પર આવેલા ટેબલ પોઇન્ટ પરથી એક કાર રિવર્સમાં ફંટાઈ અને પછી જે થયું તે જોઈને રૂવાંડા ઊભા થઈ જશે!
કેતન પટેલ, સાપુતારા : રાજ્યના ગિરિમથક સાપુતારામાં (Saputara Dang Tourism) હાલમાં પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે. દિવાળી પહેલા નવરાત્રિના (Navratri 2021) વેકેશન જેવા સમયમાં અહીંયા ગુજરાત અને ખાસ તો સુરતના (south Gujarat -Surat) પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. કોરોનાની બીજી લહેર શાંત પડતા પ્રવાસન પૂરજોશમાં ખીલ્યું છે અને લોકો તાજી હવા ખાવા માટે સાપુતારા આવી રહ્યા છે. દરમિયાન પ્રવાસીઓ માટે લાલબત્તી (Saputara Accident) સમાન એક કિસ્સો સાપુતારામાં બન્યો છે. હિલ સ્ટેશન પર કાર ચલાવતી વખતે જો બેદરકારી રાખી અથવા કાર યોગ્ય ન હોય તો શું થઈ શકે તેનો અંદાજ ગઈકાલે ટેબલ પોઇન્ટ પર થયેલા અકસ્માતના લાઇવ વીડિયો પરથી આવે છે. કાલે સાપુતારાના ટેબલ પોઇન્ટ (Sputara Table point Accident Live Video) પરથી એક કાર એવી રીતે રિવર્સ આવી કે નજરે જોનારા સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા. સાપુતારાના આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં (Saputara Accident Viral Video in Social Media) વાયરલ થયો છે
બનાવની વિગતો એવી છે કે સાપુતારાના ટેબલ પોઇન્ટ પર થયેલા એક વિચિત્ર અકસ્માતનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થઈ રહ્યો છે. સાપુતારાના આ અકસ્માતમાં ટેબલ પોઇન્ટ પર ઢાળ ચઢી રહેલી એક બ્લુ કલરની (Car Fell Back from Saputara Table Point) કાર અચનાક રિવર્સ જવા લાગી હતી. ચાલકે કાબૂ ગુમાવ્યો કે પછી કાર ઢાળ ચઢવામાં પાછી પડી કે પછી અન્ય કારણોસર આ કાર રિવર્સ ફંટાતા બેકાબૂ બની હતી.
પહેલાં તો આ કારે રિવર્સમાં જતા વખતે એક અન્ય કારને ટક્કર મારી હતી. જોકે, વાત આટલેથી અટકી નહીં પરંતુ આગળ જઈને આ કાર ઢાળમાં નીચે તરફ કૂદવા લાગી હતી. સાપુતારામાં થયેલા આ અકસ્માતને સામેથી આવી રહેલા વાહનના પેસેન્જરોએ તેમના મોબાઇલમાં લાઇવ કેદ કરી લીધો હતો.
વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે જીવ બચાવવા માટે એક મહિલા અને બાળક ચાલુ કારમાંથી કૂદ્યા. આ ઘટના બાદ કાર આગળ જઈને ડિવાઇડર સાથે અથડાઈ અને ત્યારબાદ અટકી ગઈ હતી. જોકે, કારમાં નુકસાની તો થઈ પરંતુ સવાર પેસેન્જરના સદ્દનસીબે જીવ બચી ગયા હતા. આ દિલધડક લાઇવ વીડિયો સમગ્ર રાજ્યમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
સાપુતારા ટેબલ પોઇન્ટ જોખમી ઢાળ તકેદારી રાખો
ઉલ્લેખનીય છે કે ગિરિમથક સાપુતારામાં વઘઈ-વાસદાથી સાપુતારા સુધીનો રસ્તો જોખમી છે. આ રસ્તા પર કાચાપાકા ડ્રાઇવરે કાર ન ચલાવવી જોઈએ. એમ ટેબલ પોઇન્ટને પર જોખમી માર્ગ જ કહેવામાં આવે છે. અહીંયા પ્રવાસીઓનો ધસારો હોય ત્યારે અનેકવાર અક્સ્માતો સર્જાયા છે ત્યારે પ્રવાસીઓ તકેદારી તો રાખવી જ રહી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર