Home /News /dang /અનેક રાજ્યમાં આંધી અને વરસાદના એલર્ટ વચ્ચે સાપુતારાના વાતાવરણમાં પલટો

અનેક રાજ્યમાં આંધી અને વરસાદના એલર્ટ વચ્ચે સાપુતારાના વાતાવરણમાં પલટો

    આગામી 48 કલાક દરમિયાન દેશમાં અનેક જગ્યાએ આંધી અને વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના અમુક સ્થળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના ગીરીમથક એવા સાપુતારામાં ગાઢ ધુમ્મસ જોવા મળી હતી. વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી. જેના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે. સાથે જ વાતાવરણમાં આવેલા પલટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અહીં ફરવા આવેલા પ્રવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

    અરવલ્લીના વાતાવરણમાં પલટો

    હવામાન વિભાગની વરસાદ અને આંધીની આગાહી વચ્ચે ગુજરાતના અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં શુક્રવાર સવારથી જ પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છં. શામળાજી સહિત વિસ્તારોમાં આકાશમાં વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Aravalli, Fog, વરસાદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन