કેતન પટેલ, ડાંગ : ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં (Dang Ahwa Gang Rape Case) માનવતાને શર્મશાર કરતી એક ઘટના (Dang Shocking News) સામે આવી છે. આઈ ઘૃણાસ્પદ કિસ્સો વાંચીને કદાચ તમારું લોહી ઉકળી ઉઠશે પરંતુ આ ઘટના સત્ય હકિકત છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના એક ગામમાં એક સગીર પ્રેમી (Dang Lover Gang Raped girl) અને તેના 8 મિત્રો સાથે તેની સગીર પ્રેમિકા પર દુષ્કર્મ કરવા આયોજન કરી પ્રેમિકાને બોલાવી હતી. પ્રથમ પ્રેમી બાદ બીજા બે મિત્રોએ દુષ્કર્મ કર્યા બાદ કોઇ વાહન (Dang 9 Friends Palanned Gang Rape) આવી જતા બધા ભાગી ગયા હતા. જો આ વાહન ન આવ્યું હોત તો આ સગીરાને નવ નરાઘમોએ પીંખી નાંખી હોત. શુક્રવારે સાંજે આ મામલે પોલીસે નરાધમોની ધરપકડ કરી તેમને કોર્ટના હવાલે કર્યા છે.
બનાવની વિગતો એવી છે કે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના એક ગામમાં એક સગીર કિશોરીને એક સગીર કિશોર સાથે પ્રેમસંબંધ હતો. તેણે તેના બે સગીર અને છ પુખ્ત વયના મિત્રો સાથે પ્રેમિકા પર દુષ્કર્મ કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ નરાધમ સગીરે પ્રેમિકા ને રાત્રે બોલાવ્યા બાદ પ્રથમ પ્રેમીએ પ્રેમિકા પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેના બે મિત્ર એ દુષ્કર્મ આચર્યુ હતું.
લાઇટ પડી અને અન્ય શખ્સો ભાગ્યા
પ્રાપ્ત વિગતો મુજબ આ સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો ઘટનાક્રમ એટલો હચમચાવી નાંખે તેવો છે કે તેની કોઈ કલ્પના ન કરી શકે. સગીર પ્રેમીએ પોતાની હવસ સંતોષી લીધા બાદ તેના બે નરાધમ મિત્રોએ પણ સગીરાને પીંખી હતી. જોકે, અન્ય નરાધમો પણ આ સગીરા સાથે દુષ્કર્મ ગુજારવાના હતા પરંતુ અવાવરૂ જગ્યાએ વાહનની લાઇટ સામે આવી જતા આ શખ્શો નાસી છુટ્યા હતા.
આ અંગે ડાંગ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે ડાંગના આહવાના એક ગામની સગીરાની માતાએ ફરિયાદ નોંઘાવી છે કે સગીરાના પ્રેમી અને તેના અન્ય મિત્રોએ દુષ્કર્મ આચર્યુ હતું. આ બાબતની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ફરિયાદના અનુસંઘાને 9 આરોપીઓ પકડવામાં આવ્યા હતા.
જિલ્લા પોલીસ વડા જાડેજાએ ઉમેર્યુ કે આ આરોપીઓ પૈકીના 3 આરોપી સગીર છે. બાકીના 6 યુવાનો છે. સાક્ષીઓ પુરાવાના આધારે મજબૂત ચાર્જશીટ થાય તેવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર