દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન થતાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની મહેરથી પ્રજાજનોની સાથે ખેડૂતો પણ ખુશખુશાલ થઇ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, વલસાડ, ડાંગ, સોનગઢ સહિતના ક્ષેત્રોમાં ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. રાજ્યના 21 જિલ્લાનાં 86 તાલુકામાં વરસાદ પડ્યો છે.
મહુવાનો મધર ઇન્ડિયા ડેમ છલકાયો
મહુવા તાલુકાના ઉમરા ગામે અંબિકા નદી પર આવેલો મધર ઇન્ડિયા ડેમમાં નવા નીરની આવક થતા ડેમ છલકાયો છે. મહુવા તાલુકામાં વરસેલા વરસાદના પરિણામે શુક્રવારના રોજ આ ડેમ વહેલી સવારે છલકાઈ ઉઠ્યો હતો. ઉપરવાસમાં પડેલા વરસાદ બાદ અંબિકા નદી બે કાંઠે વહેતી થઇ છે. છોટાઉદેપુરમાં ઓરસંગ અને સાબરકાંઠામાં હાથમતી-હરણાવ નદી બે કાંઠે વહી હતી.
સોનગઢમાં પાણી
સોનગઢમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ
સોનગઢના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ બન્યો છે જેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં રોડ પર પણ પાણી ફરી વળ્યા છે. સોનગઢમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વઘઈમાં 6 ઈંચ વરસાદ અને કપરાડા, વાંસદા, વ્યારા અને ડોવલણમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે. આહવાના 9 જેટલા કોઝ-વે પર પાણી ફરી વળ્યાં છે. જેના પગલે આંતરિક ગામડાનો રસ્તા બંધ કરાયા છે. વઘઇના 5 જેટલા કોઝ-વે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો છે. આહવા ખાતે સોસાયટીમાં પાણી ભરાતા તંત્રએ JCB કામે લગાળ્યું છે.
ઉપરવાસમાં વરસાદને કારણે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઇ છે. જેના પગલે ઉકાઈ ડેમની સપાટી 285.01 ફૂટ પર પહોંચી છે. ઉકાઇ ડેમમાં ઇન ફ્લો 9134 ક્યુસેક અને આઉટ ફ્લો 600 ક્યુસેક પાણીનું સ્તર છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર