ડાંગઃ મહારાષ્ટ્રમાં દલિત સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા બંધ અને ત્યાર બાદ મહારાષ્ટ્રમાં થયેલી હિંસાની અસર ગુજરાત સુધી પહોંચી છે. જે અનુસંધાને આજે ગુજરાતથી મહારાષ્ટ્ર જતી બસોને અટકાવવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતથી શિરડી જતી બસોને ડાંગના સાપુતારા ખાતે અટકાવી દેવામાં આવી છે.
ગુજરાતની સરકારી બસો સાપુતારા થઈને મહારાષ્ટ્રના શિરડી સુધી જતી હોય છે. આજે ગુરુવાર હોવાને કારણે મોટી સંખ્યામાં ભક્તો સરકારી બસો મારફતે શિરડી જઈ રહ્યા છે. ત્યારે હિંસાને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સરકારી બસોને સાપુતારા ખાતે અટકાવી દેવામાં આવી છે. બસો અટકાવી દેવાતા ભક્તો મુશ્કેલીમાં આવી ગયા છે. મુસાફરતીમાં અધવચ્ચે અટવાઇ ગયા હોવાથી અનેક મુસાફરોએ રોષની લાગણી વ્યક્ત કરી હતી.
ધોરાજીથી ઉપડતી તમામ બસોની સેવા સ્થગિત
બુધવારે મહારાષ્ટ્ર બંધ દરમિયાન ધોરાજી ખાતે એક સરકારી બસને આગ ચાંપી દેવામાં આવી હતી. જેના પગલે આજે ગુરુવારે ધોરાજીથી ઉપડતી તમામ રૂટની બસ સેવાને સ્થગિત કરી દેવામાં આવી હતી. એસ.ટી તંત્ર દ્વારા મુસાફરોની સલામતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અન્ય રૂટ પરથી ધોરાજી આવતી બસોને પણ ધોરાજી ડેપો ખાતે રોકી દેવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર