Home /News /dang /ડાંગ જિલ્લામાં ગત ચૂંટણી કરતા વધુ 72 % મતદાન થયું

ડાંગ જિલ્લામાં ગત ચૂંટણી કરતા વધુ 72 % મતદાન થયું

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પરના 977 ઉમેદવારોના ભાવિ મતદાન પેટીમાં બંધ થશે. આજની તારીખે સૌરાષ્ટ્ર-કચ્છના 12 અને દક્ષિણ ગુજરાતના 07 જિલ્લાની અનુક્રમે ચૂંટણી લડાશે. રાજ્યના 4,35,28,519 મતદાતાઓ પૈકી 2,12,31,652 મતદાતાઓ આજે મતદાન કરશે. બીજા તબક્કામાં બાકી રહેલી 93 બેઠકો માટે 14મી ડીસેમ્બરે મતદાન થશે. જાણીએ ડાંગ જિલ્લામાં કોની સામે કયા ઉમેદવાર ઉભા રહ્યાં છે.

-બપોરના 12 સુધી 22% મતદાન નોંધાયું છે

-તાપીમાં 4 વાગ્યા સુધીમાં 65.72 ટકા મતદાન નોંધાયું છે.

આ વખતે 72 ટકા મતદાન નોંધાયું છે 68 ટકા થયું હતું.

ભાજપની ડાંગ (ST)ની બેઠક પર વિજયભાઈ પટેલ ઉમેદવાર છે. તેઓ 10 પાસ છે અને તેમની પાસે 1 કરોડથી વધુની સંપત્તિ છે. તેમની પાસે 2 ગુનાઓ નોંધાયેલા છે.

કોંગ્રેસના મંગલ ગાવિત ઉમેદવાર છે. તેઓએ ડિપ્લોમા સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 93 લાખની સંપત્તિ છે. જ્યારે તેમની પાસે 3 ગુના નોંધાયેલા છે.
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017

विज्ञापन
विज्ञापन