Home /News /dang /Gujarat election 2022: શું મંગળ ગાવિતનું રાજીનામુ કોંગ્રેસના ગઢમાં પાડશે ગાબડૂં? જાણો ડાંગ વિધાનસભા બેઠકનો ચિતાર

Gujarat election 2022: શું મંગળ ગાવિતનું રાજીનામુ કોંગ્રેસના ગઢમાં પાડશે ગાબડૂં? જાણો ડાંગ વિધાનસભા બેઠકનો ચિતાર

Dang assembly seat: ડાંગ બેઠક માટે કુલ મતદારોની સંખ્યા 1 લાખ 78 હજાર 157 છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 89 હજાર 405 અને સ્ત્રી મતદારોની સંખ્યા 88 હજાર 749 છે, જ્યારે અન્ય 3 મતદારોનો સમાવેશ થાય છે.

Dang assembly seat: ડાંગ બેઠક માટે કુલ મતદારોની સંખ્યા 1 લાખ 78 હજાર 157 છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 89 હજાર 405 અને સ્ત્રી મતદારોની સંખ્યા 88 હજાર 749 છે, જ્યારે અન્ય 3 મતદારોનો સમાવેશ થાય છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: (Gujarat Assembly election 2022) ડાંગ જિલ્લો ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાંનો એક છે. તેનું મુખ્ય મથક આહવા ખાતે આવેલું છે. ડાંગ ભારતના 640 જિલ્લામાંથી સૌથી વધુ આર્થિક રીતે પછાત જિલ્લાઓમાં સ્થાન પામે છે. જિલ્લાની 94% વસ્તી આદિવાસી જ્ઞાતિની છે. આ સાથે જ ડાંગ ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંની 173ની વિધાનસભા બેઠક છે. આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે. ડાંગ વિધાનસભા બેઠક અંતર્ગત વઘઈ, આહવા અને સુબિર તાલુકાનો સમાવેશ થાય છે. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઇને ડાંગ બેઠકની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં છે.

    ડાંગ વિધાનસભા બેઠકના મતદારો (Voters of Dang assembly seat)

    ડાંગ બેઠક માટે કુલ મતદારોની સંખ્યા 1 લાખ 78 હજાર 157 છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 89 હજાર 405 અને સ્ત્રી મતદારોની સંખ્યા 88 હજાર 749 છે, જ્યારે અન્ય 3 મતદારોનો સમાવેશ થાય છે.

    ડાંગ વિધાનસભા બેઠકની ખાસિયત  (Special feature of Dang assembly seat)

    ડાંગના પાંચ રાજાઓ જ ભારત સરકાર દ્વારા માન્યતા પામેલ હોય તેવા વંશપરંપરાગત રાજાઓમાં સ્થાન પામ્યા છે, જે ઇ.સ. 1842ના બ્રિટિશ રાજ અને રાજાઓ વચ્ચેના કરારના કારણે છે. ડાંગ જિલ્લો 100 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો હોવાથી અહીં અનુસૂચિત જનજાતિની બેઠક ફાળવવામાં આવે છે.  ડાંગ જિલ્લામાં વિધાનસભા બેઠકમાં તમામ વસ્તી મુખ્ય બે પક્ષ ધરાવે છે.

    અહીં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પણ જોવા મળે છે. આ વિસ્તારની અંદર પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 72 ટકા છે. જેમાં પુરૂષ અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણમાં અનુક્રમે 80 અને 89 ટકા છે. આ વિસ્તારમાં પ્રવાસન સારી રીતે વિકાસ પામ્યો છે, તેથી આસપાસના રાજ્યો સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવે છે. જેને લઇને ગ્રામીણ અર્થતંત્ર વિકાસ કરી રહ્યું છે.

    Gujarat election 2022: આ રીતે સમજો ભુજ વિધાનસભા બેઠકનુ ગણિત અને તેના રાજકીય સમીકરણ


    ડાંગ બેઠકના જાતિગત સમીકરણ (Gender Equation of Dang Seat)

    ડાંગ બેઠકમાં પણ કૂકણા સમાજનું વર્ચસ્વ છે, જેમની વસતી 45 ટકા જેટલી છે. તે બાદ વારલી સમાજ છે, જેની વસતી 40 ટકા છે અને કૂકણા વસાવા સમાજની વસતી 5-8 ટકા છે.

    બેઠકમાં કોળચા, આદિમજૂથ અને મુસ્લિમ મતદારો પણ નોંધપાત્ર સંખ્યામાં છે.

    ડાંગ બેઠકના રાજકીય સમીકરણ (political equation of the Dang Assembly seat)

    વર્ષ 1975માં ડાંગ- વાંસદા બેઠક અસ્તિત્વમાં આવી હતી. ડાંગ જિલ્લો 100 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો હોવાથી અહીં અનુસૂચિત જનજાતિની બેઠક ફાળવવામાં આવે છે. ડાંગ વિધાનસભા બેઠક ઉપર અત્યાર સુધી વિવિધ ટર્મ માટે કુલ 6 ઉમેદવારો બન્યાં છે. જેમાં ઉમેદવારોનાં ઉતારચડાવ થતાં રહ્યાં છે. આ લિસ્ટમાં ડાંગ બેઠક ઉપર સૌથી વધુ વખત ચૂંટાઈ આવનારા નેતા માધુભાઈ ભોય છે. જે પ્રથમવાર JDU પાર્ટી તરફથી ચૂંટાઈ આવ્યાં હતાં. ત્યારબાદ ત્રણ ટર્મ માટે કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા હતાં.

    કોંગ્રેસમાંથી રાજીનામું આપેલા પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત પણ બે વખત ચૂંટાઈ આવ્યાં હતાં. જ્યારે અન્ય ઉમેદવારો જેઓ 1975 બાદ ફક્ત એક વખત ચૂંટાઈ આવ્યાં છે. ડાંગ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક ઉપર સૌથી વધુ વખત કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે JDU ફક્ત એકવાર અને અને BJPને 2 વાર જીત મળી છે.

    ડાંગ વિધાનસભા બેઠકના હાર-જીત અંગેના સમીકરણ (Dang assembly seat win-loss equation)
    વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
    2020વિજય પટેલબીજેપી
    2017મંગળ ગાવિતઆઈએનસી
    2012મંગળ ગાવિતઆઈએનસી
    2007વિજય પટેલબીજેપી
    2002ભોઈ મધુભાઈઆઈએનસી
    1998ભોઈ મધુભાઈઆઈએનસી
    1995ભોઈ મધુભાઈઆઈએનસી
    1990ભોઈ મધુભાઈજેડી
    1985પટેલ ચંદરભાઈઆઈએનસી
    1980પટેલ ગોવિંદભાઈઆઈએનસી
    1975બગુલ ભાસ્કરભાઈએનસીઓ

    મંગળ ગાવિતનું કોંગ્રેસમાંથી રાજીનામું

    આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં બે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ છે. જેમાં વર્ષ 2012માં ભાજપ પક્ષમાંથી વિજય પટેલ અને કોંગ્રેસ પક્ષમાંથી મંગળ ગાવિત સામસામે ચૂંટણી લડી રહ્યા હતાં. જેમાં મંગળ ગાવિતનો ભવ્ય વિજય થયો હતો. 2 ટર્મથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવનાર ડાંગ જિલ્લા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ગત રાજ્યસભાની ચૂંટણી ટાણે પોતાનું રાજીનામું આપ્યું હતું.

    ડાંગ જિલ્લા કોંગ્રેસના એકમાત્ર કદાવર નેતા મંગળ ગાવિતે રાજીનામું આપવાનું કારણ વિકાસ અને પોતાની જ પાર્ટીઓનાં નેતાઓ વિશેનો આંતરિક વિખવાદ જણાવ્યો હતો. મંગળ ગાવિતના રાજીનામાં બાદ કોંગ્રેસી કાર્યકરોમાં રોષની લાગણી ફેલાઇ હતી. આ સાથે જ લોકોએ તેમને દગાખોર ગણાવ્યાં હતાં. જ્યારે અધવચ્ચે ડિસેમ્બર 2020માં બીજી પેટાચૂંટણી યોજવામાં આવી ત્યારે અઢી વર્ષના સમય માટે ફરીથી બે પક્ષોમાં કોંગ્રેસ પક્ષ તરફથી સૂર્યકાંત ગાવિત અને ભાજપ પક્ષ તરફથી વિજય પટેલ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં વિજય પટેલ જીતી ગયાં હતાં.

    'સુદામા નગરી' પોરબંદર પર કોણ સંભાળશે સત્તાનું સુકાન? જાણો કેવી છે રાજકીય રસાકસી


    ડાંગ બેઠક કોંગ્રેસનો ગઢ (Dang seat Congress stronghold)

    ડાંગ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક ઉપર સૌથી વધુ વખત કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે JDU અને BJPને ફક્ત એકવાર જીત મળી છે. ગુજરાતની 14મી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમાદવાર મંગળ ગાવીતે રાજીનામું આપ્યા બાદ પેટા ચૂંટણી યોજાઈ હતી.

    આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર વિજય પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવીત વચ્ચે હતો, જેમાં વિજય પટેલની જીત થઇ હતી. ઉપરાંત 1 ઉમેદવાર BTP અને બાકીના અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.

    ડાંગ વિધાનસભા બેઠકની માંગ

    આ બેઠક પરભાજપ ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચારના મુખ્ય મુદ્દાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો છે. જ્યારે સ્થાનિક મુદ્દાઓમાં PG કોલેજ અને મજૂર વર્ગનું સ્થળાંતર અટકાવવાનાં પ્રયાસો છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવારનાં ચૂંટણીનાં મુખ્ય મુદ્દાઓમાં સ્થાનિક રોજગારી ઉભી કરવી અને સારું શિક્ષણ એ મુખ્ય મુદ્દા છે. સ્થાનિક રોજગારી અને વનવિસ્તાર હોવાથી પ્રદૂષણ રહિત ઉદ્યોગોની માગ છે. તો આદિવાસી લોકોને જમીનનાં મહેસૂલી હકનો મુદ્દો પણ ગાજે છે. આ સાથે જ સારી શિક્ષણ સંસ્થાઓની માગ મુખ્ય મુદ્દામાં આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં શામેલ છે. બેઠકોમાં રોજગારી, પિયતની સુવિધા, રસ્તાઓ, શિક્ષણ અને આરોગ્ય મુખ્ય સમસ્યાઓ છે.

    ભાજપ માટે મહત્વની છે આ બેઠક

    ભાજપ જો આ બેઠક જીતી જાય તો આદિવાસી વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ વધારવાની તક મળશે, જ્યારે કૉંગ્રેસનું માળખું નબળું પડશે.

    ડાંગ વિધાનસભા બેઠક વર્ષ 1975-2002 સુધી કૉંગ્રેસ પાસે હતી. કૉંગ્રેસના નેતા માધુભાઈ ભોયે વર્ષ 2002 સુધી આ બેઠકથી ચૂંટાઈ આવ્યા હતા.

    સી. આર. પાટીલ દક્ષિણ ગુજરાતના હોવાના કારણે ડાંગ બેઠકની ચૂંટણી તેમના માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. જો ભાજપ આ બેઠકો જીતી જાય તો આવનારા સમયમાં દક્ષિણ ગુજરાતમાં ભાજપના દબદબો વધશે.

    ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 150+ બેઠકો જીતવાનો દાવો કર્યો છે અને એ માટે જરૂરી છે ભાજપ સારી સરસાઈથી અહીં પણ જાત મેળવે.

    ભાજપ જો ચૂંટણી જીતી જાય તો આદિવાસી વિસ્તારમાં પક્ષનું સ્થિતિ સારી થશે. ડાંગ બેઠકો મુખ્યત્વે કૉંગ્રેસ પાસે જ રહી છે અને ભાજપની જીતથી અહીં ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે.

    બેઠકમાં કૉંગ્રેસનું આધિપત્ય છે અને ભાજપ સતત મહેનત કરી રહ્યી હોવા છતાં માત્ર બે વાર બેઠકો જીતી શકી છે. જે પુરવાર કરે છે કે કૉંગ્રેસ આ બેઠક પર ચૂંટણીમાં સારી લડત આપી શકે છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

    | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર |
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Dang, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

    विज्ञापन
    विज्ञापन