આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવ્યાના આટલા વર્ષો બાદ પણ આજે સરિતા ગાયકવાડ એજ સામાન્ય જીવન જીવે છે
સરિતા ગાયકવાડ પિતા સાથે 5 દિવસ સુધી સરકારી હોસ્પિટલમાં રહી સેવા કરી હતી. આ અંગે સરિતાએ કહ્યું કે, મેં તો એક દીકરીની ફરજ નિભાવી છે, પરંતુ મારા પિતાને સમયસર અને યોગ્ય સારવાર આપનાર સિવિલ હોસ્પિટલના ડોકટરો અને અન્ય સ્ટાફની સેવા માટે મારી પાસે શબ્દો નથી.
કેતન પટેલ, બારડોલી: ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ (Golden Girl Sarita Gayakwad)ને આજે કોણ નથી ઓળખતું, સરિતા (Sarita Gayakwad))નું નામ આવે એટલે આપણને એશિયન ગેમ્સ (Asian Games)માં દોડતી એ સરિતા યાદ આવી જાય, પણ આજે આપણે દોડવીર સરિતાની નહીં પણ લાગણીશીલ સરિતાની વાત કરવાના છીએ, ડાંગ (Dang) આદિવાસી માટે ભોળા શબ્દનો પ્રયોગ વધારે થાય છે કેમકે અહીંયાના લોકો પદ કે પ્રતિષ્ઠામાં ગમે તેટલા મોટા હોય. તેમ છતાં તેઓ સામાન્ય જીવન જીવતા હોય છે.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવ્યાના આટલા વર્ષો બાદ પણ આજે સરિતા ગાયકવાડ એજ સામાન્ય જીવન જીવે છે, માત્ર સામાન્ય જીવન જીવે છે એટલુંજ નથી પણ પોતાના વિસ્તારમાં રહેતા લોકોની પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદ પણ કરી રહી છે. પોતાની દીકરી માટે વાતો કહેતા તેના પિતા લક્ષમણભાઈ ગાયકવાડની આંખ ભરાઈ આવે છે. વાત એમ છે કે ગત સપ્તાહે સાંજના સમયે ઘરના આંગણામાં પડી જતા સરિતાના પિતા લક્ષ્મણ ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી, માથાની એક નસ ઉપર ઇજા થવાથી એટલું લોહી વહી રહ્યું હતું કે તાત્કાલિક સારવાર ન મળે તો કાંઈ પણ થઈ શકતું હતું.
જોગાનુજોગ ટ્રેનિંગ માટે મોટા ભાગે ઘરથી દૂર રહેતી સરિતા વતનમાં આવી હતી અને આજ સમયે ઘરે પહોંચી હતી, ઘાયલ પિતાને જોતા પહેલા તો સરિતા ગભરાઈ ગઈ પણ તુરંત પોતાની જાતને સાંભળી લઈ 108ની રાહ જોયા વગર વાયુવેગે પિતાને પોતાની કારમાં લઇ ને 35 કિલોમીટર દૂર આહવા સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. આહવા સિવિલ હોસ્પિટલમાં 4 દિવસ સુધી પિતાની સેવા કરી અને તેમને સંપૂર્ણ સ્વસ્થ કર્યા બાદ આજે પણ નાના બાળકને સાચવતા હોય તેમ પિતાની સેવા કરી રહી છે.
સરિતાના પિતા લક્ષમણ ભાઈએ ઘટના વિશે જણાવતા કહ્યું કે, સાંજના સમયે ઘરથી બહાર નીકળી હું આંગણાંમાં પહોંચ્યો ત્યાં પગ નીચે કોઈ પથ્થર જેવું આવી જતા મારા શરીરનું સંતુલન જતું રહ્યું અને હું પડી ગયો હતો, માથામાં શુ વાગ્યું એ પણ મને ખબર નથી પણ ખૂબ લોહો વહી રહ્યું હતું, કોઈને કઈ સુજતું ન હતું એટલામાં સરિતા આવી અને મને ગાડીમાં બેસાડી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં તેણે મારી ખુબ સેવા કરી હતી, આજે પણ જ્યારે હું સ્વસ્થ છું ત્યારે હજુ મને ખુબ વ્હાલ કરે છે. જેમ ઘરના વડીલ નાના બાળકોની સંભાળ રાખે છે તેમ એ મારી સંભાળ રાખે છે. કદાચ એટલેજ દીકરીને વ્હાલનો દરિયો કહેવામાં આવે છે.
સિવિલ હોસ્પિટલમાં સારી સારવાર મળી સરિતા
સરિતા ગાયકવાડ પિતા સાથે 5 દિવસ સુધી સરકારી હોસ્પિટલમાં રહી સેવા કરી હતી. આ અંગે સરિતાએ કહ્યું કે, મેં તો એક દીકરીની ફરજ નિભાવી છે, પરંતુ મારા પિતાને સમયસર અને યોગ્ય સારવાર આપનાર સિવિલ હોસ્પિટલના ડોકટરો અને અન્ય સ્ટાફની સેવા માટે મારી પાસે શબ્દો નથી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર