Home /News /dang /Video: ડાંગમાં પ્રકૃતિથી ઘેરાયેલો ગીરાધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો

Video: ડાંગમાં પ્રકૃતિથી ઘેરાયેલો ગીરાધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો

ગીરાધોધની તસવીર

પારંપરિક ખેતી પદ્ધતિ અને પશુપાલકો પર નિર્ભર ગીરાધોધની ચોમાસામાં સોળેકળા ખીલી ઉઠે છે જેમાં વિવિધ વૃક્ષો અલગ અલગ પ્રાણીઓ તેમજ પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ નિહાળી શકો છો.

કેતન પટેલઃ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં પ્રકૃતિનું એક અલગ સ્વરૂપ જોવા મળ્યું હતું ખાસ કરીને ડાંગ જિલ્લો એટલે જંગલોથી ઘેરાયેલો વિસ્તાર અને પારંપરિક ખેતી પદ્ધતિ અને પશુપાલકો પર નિર્ભર ગીરાધોધની ચોમાસામાં સોળેકળા ખીલી ઉઠે છે જેમાં વિવિધ વૃક્ષો અલગ અલગ પ્રાણીઓ તેમજ પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ નિહાળી શકો છો.

ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં ઘણા ધોધ આવેલા છે પરંતુ ચોમાસાની સીઝનમાં સહેલાણીઓ ડાંગ જિલ્લાના સાપુતારા જતા વઘઇ તાલુકામાં આવેલ ગીરાધોધની સુંદરતા અચૂક માણતા હોઈ છે છેલ્લા ઘણા દિવસથી ડાંગ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.

ત્યારે ડાંગ જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદી પર આવેલા ગીરાધોધ ને જોવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા હતા અને પ્રકૃતિની મોઝ માણવા નીકળેલા સહેલાણીઓ ગીરાધોધ ની મુલાકાત લઈ કુદરતના ખોળામાં આવ્યાનો અનુભવ કરતા હોય છે.

ડાંગ જિલ્લામાં સહેલાણીઓ જંગલ અને ધોધ જોવા માટે આવતા હોય છે ત્યારે ચોમાસાની સીઝનમાં ડાંગ જિલ્લાની વાત કઈક અનેરી જ હોઈ છે અને ગીરાધોધ તો જાણે સોળેકળાએ ખીલી જતો હોય છે.

છેલ્લા ઘણા દિવસોથી ડાંગ જિલ્લામાં વરસી રહેલા વરસાદને પગલે અંબિકા નદીમાં પાણી ની આવક થતા ગીરાધોધની સુંદરતા ને નિહાળવા સહેલાણીઓ ઉમટી પડ્યા હતા.
First published:

Tags: Active, Dang, Gujarat monsoon, Heavy rain, દક્ષિણ ગુજરાત