Home /News /dang /સાપુતારામાંથી એક કરોડની ખંડણી માગતા પાંચ અપહરણકર્તાની ધરપકડ, બેને પોલીસે બચાવ્યાં; 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સાપુતારામાંથી એક કરોડની ખંડણી માગતા પાંચ અપહરણકર્તાની ધરપકડ, બેને પોલીસે બચાવ્યાં; 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સાપુતારા પોલીસે એક કરોડની ખંડણી માગવાના કેસમાં પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે.

સાપુતારા ચેકપોસ્ટ પરથી પોલીસે પાંચ અપહરણકર્તાની ધરપકડ કરી છે અને બે વ્યક્તિઓને બચાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અપહરણકર્તાઓ એક કરોડની ખંડણી માગીને બે વ્યક્તિનું અપહરણ કરીને સાપુતારા લાવ્યા હતા અને ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન કાર ઊભી ના રાખતા ઝડપાઈ ગયા હતા.

વધુ જુઓ ...
    નિશાંત મહાકાળ, વઘઈઃ સાપુતારામાંથી એક કરોડ રૂપિયાની ખંડણી માટે નાસિકના બે શખ્સનું અપહરણ કરનારા પાંચ આરોપીઓ ઝડપાયા છે. ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસની બે ટીમે પાંચ મરાઠી આરોપીઓની હથિયારો સાથે ધરપકડ કરી છે. સાપુતારા ચેકપોસ્ટ પર વાહનોના સઘન ચેકિંગ દરમિયાન મહારાષ્ટ્રથી સાપુતારા તરફ એક કાર આવી રહી હતી. ત્યારે પોલીસે હાથ કરી તેનો ઊભી રાખવા જણાવ્યું પણ બંને ફોરવ્હીલ ગાડીઓના ચાલકે કાર સ્પીડમાં હંકારી મૂકી હતી. તેને લઈને પોલીસે મોટરસાયકલ લઈને બંનેનો પીછો કર્યો હતો અને ઓવરટેક કરી કાર ઊભી રખાવી હતી.

    કાર ઊભી ના રાખતા પોલીસે પીછો કર્યો


    આ દરમિયાન પાછળની સીટમાં બેસેલા બે વ્યક્તિ હિન્દીમાં હમે બચાલો હમે બચા લો હમકો ઇન લોગો ને કિડનેપ કીયા હૈની બૂમો પાડતા હતા. ત્યારે પોલીસે કારને ઘેરી લઈને કારની ચાવી કાઢી લીઘી હતી. ત્યારબાદ બંને વ્યક્તિઓને બહાર કાઢી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને પોલીસે પાંચ અપહરણકર્તાઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી પરમિટ વગરની લોખંડની પિસ્તોલ, 3 કારતૂસ, એક છરો, સ્કોડા કાર, મોબાઈલ સહિત કુલ 4.41 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

    આ પણ વાંચોઃ મેહુલ બોઘરા પર ખંડણી-એટ્રોસિટીનો કેસ કરનાર પોલીસને HCની નોટિસ

    એક કરોડની માગ કરી કારમાં બેસાડ્યા હતા


    મળતી માહિતી પ્રમાણે, યોગેશભાઈ ભાલેરાવસ મહેન્દ્ર ગાયકવાડ રાતના સાડા આઠ વાગ્યા આસપાસ કારમાં બેસવા જતા હતા. ત્યારે અચાનક ચાર શખ્સોએ પાસે આવીને જબરદસ્તી કરી હતી અને અમને ગાડીની સીટમાં પાછળ ધકેલીને પિસ્તોલ જેવું હથિયાર બતાવી ધમકાવ્યા હતા. ત્યારબાદ અમારી પાસે એક કરોડ રૂપિયાની માગણી કરી હતી અમને સાપુતારા લઈ આવ્યાં હતા.

    આ પણ વાંચોઃ રાજકોટમાંથી ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ, 15 કરોડ ખંડણી માગી

    આરોપીઓના નામ


    1. વિનીત પુંડલીક ઝાલ્ટે, નાસિક
    2. વિનોદ ઉર્ફે સાંઈરામ વિષ્ણુ ડાગળે, નાસિક
    3. સંતોષ મારુતિ શિંદે, થાણે
    4. રાહુલ કૃષ્ણકાંત ઘાયવટ, મુંબઈ
    5. ભારત દતાત્રય દેઓરે, નાસિક
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Kidnapping Case, Saputara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો