ડાંગ સાપુતારા વઘઈ રોડ પર અમદાવાદથી શિરડી જતી ગુજરાતની STબસને અકસ્માત નડ્યો છે.આ અકસ્માતમાં 20થી વધુ લોકોને ઇજા પહોંચી છે. ઘટનાની જાણ થતા 108 સહિત પોલિસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
આંબાપાડા-અહેરડી ગામ નજીક બસ ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. જો કે અકસ્માતમાં કોઈના મોત થયા નથી. પોલીસે આ ઘટના અંગે આગળની તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે વઘઈ રોડ પર અકસ્માત થતાં બંન્ને બાજુએ ટ્રાફિકજામ થઈ ગયો હતો. જો કે તંત્ર પાસે ક્રેઈનની વ્યવસ્થા ન હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર