Home /News /dang /Dang Election Results 2022: આદિવાસી બેલ્ટનાં ડાંગ પર ભાજપે ભગવો લહેરાવ્યો

Dang Election Results 2022: આદિવાસી બેલ્ટનાં ડાંગ પર ભાજપે ભગવો લહેરાવ્યો

ડાંગમાં ભાજપની જીત

Gujarat Dang Election Results 2022 Latest News: ડાંગ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક ઉપર સૌથી વધુ વખત કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈ આવ્યાં છે. ત્યારે ભાજપે આ સીટ જીતવા માટે ઘણી મહેનત કરી છે.

    ડાંગ:  આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે. ત્યારે ડાંગમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું હતુ. પરંતુ ભાજપનાં ઉમેદવાર વિજય પટેલનો વિજય થયો છે.  વિજય પટેલને 62 હજારથી વધારે મત મળ્યા છે.

    ડાંગ વિધાનસભા બેઠક અંતર્ગત વઘઈ, આહવા અને સુબિર તાલુકાનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ડાંગ બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આપ પૂરજોશમાં દેખાયા હતા. જોકે, મતદાનના આંકડાઓએ ભાજપ, કોંગ્રેસ અને આપની ચિંતામાં વધારો કર્યો છે.

    દક્ષિણ ગુજરાતમાં 66.62 ટકા મતદાન નોંધાયું છે. સૌથી મોટા પાટીદાર વિસ્તારમાં થયેલા ઓછાં મતદાને ભાજપ અને આપની ચિંતામાં મોટો વધારો કર્યો છે. જ્યારે આદિવાસી સીટો પર સરેરાશ 70 ટકા મતદાન થયું છે જે વધુ જોવા મળી રહ્યું છે. જોકે 2017 કરતા સરેરાશ 5થી 6 ટકા મતદાન ઓછું છે. 1 ડિસેમ્બરે યોજાયેલી ડાંગ બેઠક પર 6 ઉમેદવારોનું ભાવિ કેદ થઈ ચૂક્યું છે. આ વખતે આ ડાંગ બેઠક પર ભાજપના વિજયભાઇ પટેલ અને કોંગ્રેસનાં મુકેશ પટેલ અને આપનાં સુનિલ ગાવિત ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા છે.

    જિલ્લાની 94% વસ્તી આદિવાસી જ્ઞાતિ


    ડાંગ ભારતના 640 જિલ્લામાંથી સૌથી વધુ આર્થિક રીતે પછાત જિલ્લાઓમાં સ્થાન પામે છે. જિલ્લાની 94% વસ્તી આદિવાસી જ્ઞાતિની છે. આ સાથે જ ડાંગ ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંની 173ની વિધાનસભા બેઠક છે. આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે. ડાંગ વિધાનસભા બેઠક અંતર્ગત વઘઈ, આહવા અને સુબિર તાલુકાનો સમાવેશ થાય છે. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઇને ડાંગ બેઠકની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં છે. ડાંગ જિલ્લો 100 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો હોવાથી અહીં અનુસૂચિત જનજાતિની બેઠક ફાળવવામાં આવે છે. ડાંગ જિલ્લામાં વિધાનસભા બેઠકમાં તમામ વસ્તી મુખ્ય બે પક્ષ ધરાવે છે.

    મંગળ ગાવિતનું કોંગ્રેસમાંથી રાજીનામું


    આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં બે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ છે. જેમાં વર્ષ 2012માં ભાજપ પક્ષમાંથી વિજય પટેલ અને કોંગ્રેસ પક્ષમાંથી મંગળ ગાવિત સામસામે ચૂંટણી લડી રહ્યા હતાં. જેમાં મંગળ ગાવિતનો ભવ્ય વિજય થયો હતો. 2 ટર્મથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવનાર ડાંગ જિલ્લા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ગત રાજ્યસભાની ચૂંટણી ટાણે પોતાનું રાજીનામું આપ્યું હતું.

    ડાંગ જિલ્લા કોંગ્રેસના એકમાત્ર કદાવર નેતા મંગળ ગાવિતે રાજીનામું આપવાનું કારણ વિકાસ અને પોતાની જ પાર્ટીઓનાં નેતાઓ વિશેનો આંતરિક વિખવાદ જણાવ્યો હતો. મંગળ ગાવિતના રાજીનામાં બાદ કોંગ્રેસી કાર્યકરોમાં રોષની લાગણી ફેલાઇ હતી. આ સાથે જ લોકોએ તેમને દગાખોર ગણાવ્યાં હતાં. જ્યારે અધવચ્ચે ડિસેમ્બર 2020માં બીજી પેટાચૂંટણી યોજવામાં આવી ત્યારે અઢી વર્ષના સમય માટે ફરીથી બે પક્ષોમાં કોંગ્રેસ પક્ષ તરફથી સૂર્યકાંત ગાવિત અને ભાજપ પક્ષ તરફથી વિજય પટેલ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં વિજય પટેલ જીતી ગયાં હતાં.

    ડાંગ બેઠક કોંગ્રેસનો ગઢ


    ડાંગ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક ઉપર સૌથી વધુ વખત કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે JDU અને BJPને ફક્ત એકવાર જીત મળી છે. ગુજરાતની 14મી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમાદવાર મંગળ ગાવીતે રાજીનામું આપ્યા બાદ પેટા ચૂંટણી યોજાઈ હતી.


    આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામો 2022 લાઈવ અપડેટ્સ

    આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર વિજય પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવીત વચ્ચે હતો, જેમાં વિજય પટેલની જીત થઇ હતી. ઉપરાંત 1 ઉમેદવાર BTP અને બાકીના અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Election Results 2022, Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી, ડાંગ

    विज्ञापन
    विज्ञापन