કેતન પટેલ, ડાંગ : ડાંગના નાનકડા ગામડાથી એશિયન ગેમ્સ સુધીની સફર ખેડનારી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે વધુ એક સિદ્ધી હાસલ કરી છે. પોલેન્ડમાં યોજાયેલી યુરોપ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની 400 મીટર દોડને સરિતાએ 52.77 સેકેન્ડમાં પુરી કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ પહેલા પણ સરિતા ગાયકવાડે 400 મીટર મહિલા દોડ માત્ર 54.21 સેકન્ડમાં પૂર્ણ કરી હતી. પોલેન્ડમાં તેણે બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. જેના કારણે દેશની સાથે આખા ગામ અને પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.
સરિતા ગાયકવાડે ગત વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એશિયન એથ્લેટિકસ દોડની રમતમાં ભાગ લઇ દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેણે ગોલડ મેડલ પ્રાત કરીને વિશ્વમાં ભારત દેશનો ડંકો વગાડયો હતો.
ત્રણ દિવસ પહેલા સરિતાએ પોલેન્ડમાં યોજાયેલી યુરોપ એથ્લેટિકસ ચેમ્પિયનશિપની 400 મીટરની દોડ પણ માત્ર 54.21 સેકન્ડમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમ મેળવી બીજી વખત દેશને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આજે ફરી 400 મીટરની દોડને 52.77 સેકન્ડમાં પૂર્ણ કરીને બીજો મેડલ હાંસલ કરી યુરોપમાં ભારતનો ડંકો વગાડ્યો છે.
સરિતાની પરિવાર સાથેની તસવીર
ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્યન શ્રમજીવી પરિવારની 25 વર્ષની આ આદિવાસી યુવતીને ડાંગ સહિત આસપાસના વિસ્તાનરમાં લોકો ડાંગની રાજધાનીના નામે ઓળખે છે. બંદૂકમાંથી ગોળી છુટે તે રીતે રનીંગ ટ્રેક ઉપર દોડતી આ એથલેટે વર્ષ 2017ના જાન્યુઆરી માસમાં કોઇમ્બછતૂર ખાતે યોજાયેલી 400 મીટર અને 400 મીટર હડલ્સમાં ઉત્કૃાષ્ટત દેખાવ કરીને યુનિવર્સિટીને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર