ગાંધીનગર : સમગ્ર દુનિયામાં ડાંગ (Dang) જિલ્લાનો ડંકો વગાડનાર સરિતા ગાયકવાડે (Sarita Gayakwad) 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ (Gold medal) અપાવ્યો હતો, ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા તેને પોષણ અભિયાન માટે બ્રાન્ડ એમ્બેસેડર (Brand Ambassador) પણ બનાવવામાં આવી છે, ત્યારે સરિતા ગાયકવાડનું નામ સમગ્ર દુનિયામાં ડાંગ એક્સપ્રેસ (Dang Express) તરીકે જાણીતું બની ગયું છે, પરંતુ આ બાબત પાઠય પુસ્તક મંડળ સાથે સંકળાયેલા અધિકારીઓને સમજમાં આવી નથી, તેવું લાગી રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં વિનામૂલ્ય આપતા પુસ્તકોમાં ધોરણ-7નાં સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં 16 નંબરના પાઠમાં જાતિગત ભિન્નતામાં 104 નંબરના પેજ ઉપર દેશના અલગ અલગ ક્ષેત્રે નામના ધરાવતી મહિલાઓનો પરિચય આપવામાં આવ્યો છે. જેમાં રાજકારણી સુષ્મા સ્વરાજ, ગાયક લતા મંગેશકર, અવકાશ યાત્રી કલ્પના ચાવલાનો પરિચય છે આ સાથે ગુજરાતના અંતરિયાળ વિસ્તાર ડાંગ જિલ્લામાંથી દેશને સુવર્ણચંદ્રક અપાવનાર સરિતા ગાયકવાડન સ્થાને વનિતા ગાયકવાડ નામની મહારાષ્ટ્ની મહિલાના નામ સાથે તેનોજ ફોટો લગાવી દેવામાં આવ્યો છે.
સરિતા ગાયકવાડની ફાઇલ તસવીર
આ મામલે કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતી ધોરણ સાત સામાજિક વિજ્ઞાનના પુસ્તકના પેજ નંબર 104 પર ભારતને ગૌરવ અપાવનર નારી શક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે.પરંતુ આ પાઠમાં પાઠય પુસ્તક મંડળ દ્વારા સરીતા ગાયકડવાને સ્થાને વનિતા ગાયકવાડનો ફોટો અને નામ લખવામાં આવ્યો છે. ગુજરાત સરકારના પાઠય પુસ્તક મંડળને માત્ર કોન્ટ્રક આપવા અને ભ્રષ્ટાચાર કરવામાં રસ છે. ગુજરાતને ગૌરવ અપાવનર સરિતા ગાયકવાડે પોતાને પડતી પાણીની તકલીફ અંગે રજૂવાત કરી હતી એટલા માટે જ આ પ્રકારના છબરડા જોવા મળી રહ્યા છે. એક દીકરીએ ડાંગમાં પાણીના બેડા ઉઠાવે છે. તો જેમનો ફોટો આપવામાં આવ્યો છે તે દીકરી કાર ડ્રાઈવિંગ શીખે છે.
તેમણ વધુમાં જણાવ્યું કે, ત્યારે આ વિષય પર રાજ્યના મુખ્યમંત્રી ને તો "ખબર જ નહીં હોય"તો નાયબ મુખ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી તો આ બાબતે સાવ અજાણ જ હશે. ત્યારે રાજ્ય સરકારે સરિતા ગાયકવાડની માફી માંગે અને પુસ્તકમાં સુધારો કરે.
આ પણ જુઓ - તો સીબીએસસી બોર્ડ દ્વારા પણ પાઠયક્રમ બદલવાના નામે સંઘની વિચારધારા ફેલાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેને લઈ કોંગ્રેસ પક્ષએ સંસદમાં આ મુદ્દાઓ ઉઠાવી દેશની ડેમોગ્રાફી એ શિક્ષણ સાથેના છેવાડાના મામલાને ઉઠાવવામાં આવશે.