Home /News /dang /ડાંગ: આહવાના હારપાડા ગામ પાસે ટેમ્પો ખીણમાં ખાબક્યો, 3નાં મોત,1ને ઇજા

ડાંગ: આહવાના હારપાડા ગામ પાસે ટેમ્પો ખીણમાં ખાબક્યો, 3નાં મોત,1ને ઇજા

છોટાઉદેપુરઃ ચાપરિયાથી વાસણા જાન લઈ જનારા ટ્રેક્ટરનો અકસ્માત,15થી વધુને ઇજા.

  ડાંગ: આહવા તાલુકાના હારપાડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટેમ્પો ખીણમાં ખાબકતાં 3 વ્યક્તિનાં મોત થયાં છે તેમ જ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે નજીકની વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

  મળતી વધુ વિગત મુજબ, ડાંગના આહવા તાલુકાના હારપાડા ગામ પાસેથી પસાર થઈ રહેલા ટેમ્પો ખીણમાં ખાબકવાની ઘટના બની છે.  ટેમ્પાચાલકે  હારપાડાની ઘાટીમાં સ્ટીયરિંરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટેમ્પો ખીણમાં ખાબક્યો હતો. નવસારીના ચીખલીથી ઝરી પ્રાથમિક શાળામાં પેવર બ્લોક ઉતારવા જતાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત થયાં છે તેમ જ એક વ્યક્તિને ઇજા થઈ છે। ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે નજીકની વલસાડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.
  Published by:Sanjay Joshi
  First published:

  Tags: Dang, અકસ્માત, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन