ડાંગ: સાપુતારા પાસે મુસાફરોથી ભરેલી એક બસ પલટીને ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં એક બાળક અને બે મહિલાનાં મોત થયા છે. અકસ્માતમાં 30થી વધારે લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને હાલ પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
ઘટનાની વિગત અનુસાર ડાંગ જિલ્લાના સાપુતારા પાસે અને મહારાષ્ટ્રની હદમાં બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેને લઈને મુસાફરોથી ભરેલી ગુજરાતની ખાનગી બસ ખીણમાં ખાબકી હતી અને અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં 1 બાળક અને બે મહિલાઓનાં મોત થયાં છે. 30 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે. આ ઘટના બોરગાવ કનાશી રોડ પર બની હતી.
હાલ તો પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. અને આગળની તપાસ હાથ ધરી છે.
Published by:Nisha Kachhadiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર