Home /News /crime /

સિદ્ધપુરઃ પડોશી યુવકે જ વિપ્ર યુવકનું અપહરણ કરી હત્યા કરી

સિદ્ધપુરઃ પડોશી યુવકે જ વિપ્ર યુવકનું અપહરણ કરી હત્યા કરી

પાટણઃ સિદ્ધપુરના બિંદુ સરોવર પાસેથી એક યુવકનું અપહરણ કરી તેના પરિવારજનો પાસેથી ૪૦ લાખ રૂપિયાની ખંડણી તેના જ મિત્રો દ્વારા માંગવામાં આવી હોવાનું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હોવાની સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોધાઇ છે. પરંતુ આ હત્યા ખંડણીને લઈને કરવામાં આવી હોય તેવું પોલીસના માન્યામાં આવતું નથી. હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તેતો સમય જ બતાવશે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

સિદ્ધપુરના બિંદુ સરોવર વિસ્તારમાં આવેલી કૃષ્ણ નગર સોસાયટીમાં રહેતા દેવાંગ હિતેશભાઇ ઠાકર નામના યુવકનું તેની પડોશમાં જ રહેતા અને તેના મિત્રોએ અપહરણ કર્યું હતું અને તેના પરિવારજનો પાસેથી ૪૦ લાખની ખંડણી માંગી હતી અને જો એમ કરવામાં નહી આવે તો તેઓ તેમના દીકરાને જાનથી મારી નાખશે અને આવત પોલીસ કે મીડિયાને પણ કરવામાં આવશે તો પણ તેમને તેમના દીકરાથી હાથ ધોઈ નાખવા પડશે એવી ધમકી ફોન ઉપર આપવામાં આવી હતી.

જે નંબર ઉપરથી ફોન આવ્યો હતો તે નંબરના લોકેશનના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ ત્યાં સુધીમાં વિપ્ર યુવાનની હત્યા કરી દેવાઇ હતી. અને લાશ બાલારામ નજીકથી મળી આવી હતી. પોલીસે લાશને ઓળખ વિધિ કરાવી તેમના પરિવારને સોપી હતી.

આ બાબતે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. પોલીસ ખંડણી માંગવાના ઈરાદાને લઈને તેની હત્યા કરી નાખી હોવાની વાત સાથે સમત નથી. પોલીસને એ વાત ઉપરથી શંકા જાય છે કે જો ખંડણી માંગવાના ઈરાદાથી અપહરણ કર્યું હોય તો ખંડણી ખોરો રાહ જુવે પરંતુ પી એમ રીપોર્ટમાં જણાવ્યા મુજબ અપહરણ તા ૧૮ ઓગસ્ટના રોજ 7 વાગ્યે કરવામાં આવ્યું હતું.

અને ૧૦ થી ૧૦.૩૦ વચ્ચે તેની હત્યા કરી નાખવામાં આવી છે. અને ફોન ૧૧ વાગ્યે આવેલો છે. તો ફોન આવ્યા પહેલા તેની હત્યા કરી નાખવામાં આવી હતી તો ખંડણી માંગવાનો સવાલ ઉભો થતો નથી. તેથી આ બાબતને લઈને પોલીસ પણ મૂંઝવણમાં છે અને તપાસ તેજ કરી છે. આ ગુનામાં બે આરોપીઓ ધવલ દરજી અને રવિશાહની પોલીસે ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં હકીકત બહાર આવશે.

બનાવને પગલે સમગ્ર સિદ્ધપુર સહેરમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા હતા અને આખું શહેર સ્તબ્ધ થઇ ગયું હતું કે મિત્રો એ જ મિત્રનું ખૂન કરી નાખ્યું ,,,,આ બાબતને લઈને સમગ્ બ્રહ્મ સમાજ ના લોકો રોષે ભરાયા હતા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી

સગીર વયના એક ના એક દીકરાનું મોતના સમાચાર સાંભળી તેની માતા બેહોશ બની ગઈ હતી અને તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઈ હતી. જે ઘેરા આઘાતમાં સરી પડી હતી. આ સગીરને એક બહેન છે જે પરણિત હોવાથી તેના સાસરે રહે છે. પિતા બેંક કર્મચારી છે .એકનો એક વ્હાલ સોયો દીકરો ગુમાવ્યો હોવાથી પરિવારજનો ઉપર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
First published:

Tags: અપહરણ, ક્રાઇમ, ગુજરાત, ગુનો, પોલીસ`, યુવક, વિવાદ, હત્યા

આગામી સમાચાર