બનાસકાંઠા : બનાસકાંઠાના પાલનપુરમાં આજે બપોર બાદ શહેરના હાર્દસમા ગણાતા ગુરુનાનક ચોક પાસેથી એક યુવક પાસેથી 4.54 લાખની લુંટ થતા સમગ્ર શહેરમાં સનસનાટી મચી જવા પામી છે. આ બાબતે પોલીસે સઘન કાર્યવાહી હાથ ઘરી હતી.
પાલનપુરના સુરજપુરાના નરેશ પટેલ મલાના પાસે કેટલ ફીડની ફેક્ટરી ધરાવે છે તેમજ આજે ફેકટરીમાં કામ કરતા કામદારોનો પગાર કરવાનો હોવાથી નરેશભાઈ પાલનપુરના સૌથી ટ્રાફિક ભર્યા વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાંથી 4.54 લાખની કેશ ઉપાડી ફેક્ટરી જવા રવાના થયા હતા.
જો કે બેંકથી 100 મીટરના અંતરે આવેલા રેલ્વે ઓવરબ્રીજ પર અજાણ્યા બે બાઈક સવારોએ પૈસા ભરેલો થેલો ઝુંટવી પળવારમાં ફરાર થઇ ગયા હતા જો કે નરેશભાઈએ બુમાબુમની સાથે બાઈક સવારોનો પીછો કર્યો હતો પરંતુ આરોપીઓ ગુમ થઇ ગયા હતા. જો કે હાલ માં પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર