દિનદહાડે યુવા કૉંગ્રેસ નેતાની ગોળી મારી હત્યા, પોલીસ પુત્ર ઉપર આરોપ

News18 Gujarati
Updated: October 9, 2019, 9:04 PM IST
દિનદહાડે યુવા કૉંગ્રેસ નેતાની ગોળી મારી હત્યા, પોલીસ પુત્ર ઉપર આરોપ
રાજ બબ્બર સાથે મૃતકની તસવીર

આરોપીએ ઘરમાં રાખેલી લાઇસન્સ રાયફલથી યુથ કૉંગ્રેસના નેતા ફાયરિંગ કર્યં હતું.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh)કાનપુરમાં દિનદહાડે એક યુવા કૉંગ્રેસ નેતાની (Youth Congress Leader)ગોળી મારીને હત્યા (Murder)કરવામાં આવી છે. આ ઘટના ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રેટર કૈલાશ વિસ્તારની છે. હત્યાનો આરોપી રવિ યાદવ પોલીસ કર્માચરીનો પુત્રો હોવાનું માનવામાં આવે છે. ઘટનાને અંજામ આપ્યા પછી પોલીસ પુત્ર ફરાર થયો હતો.

આરોપીએ લાઇસન્સ રાયફલથી (License Rifle) યુવકને ગોળી મારી હોવાનું માનવામાં આવે છે. પોલીસને (police)મળેલી પ્રાથમિક જાણકારી પ્રમાણે રવિ યાદવના પિતા યશવંત યાદવ ઉન્નાવના હસનગંજ પોલીસમાં ડ્રાઇલર પદ ઉપર ફરજ બજાવે છે. તેમણે ઘરમાં ટીનશેડ બનાવવા માટે પ્રશાંત નામના એક યુવકના પિતાને 80 હજાર રૂપિયાનું કામ આપ્યું હતું. આ કામ માટે 50 હજાર રૂપિયા રોકડા આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ-બાળકની live ચોરીઃ બસ સ્ટેન્ડ ઉપર માતા સાથે ઊંઘતા બાળકને કપલ ઉઠાવી ગયું

જોકે, એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, કામ ન થવા ઉપર રવિ યાદવે બુધવારે પ્રશાંતને પકડીને ઘરમાં બંધક બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રશાંતે ફોન કરીને પોતાના સાથીઓને બાલાવ્યા હતા. પ્રશાંતના સમર્થનમાં કોંગ્રેસના નેતા શોએબ ખાન પોતાના 10-12 સાથીઓની સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. આરોપ છે કે આ લોકોના ઘર ઉપર બબાલ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ રવિ પોતાના ઘરમાં રાખેલી લાઇસન્સ વાળી રાયફલ લઇને આવ્યો હતો. ત્યારબાદ તેણે શોએબ ઉપર ગોળી ચલાવી દીધી હતી.

આ પણ વાંચોઃ-તસવીરોઃ સ્પાઇડર મેનની જેમ બિલ્ડિંગ પર ચડ્યો ચોર, લાખોના દાગીનાની ચોરી

ગોળી વાગવાથી શોએબનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે પોલીસે બે લોકોની અકટાયત કરી છે. પોલીસે ફરિયાદ દાખલ કરીને ફરાર રવિ યાદવને શોધવાની તજવીજ હાથધરી છે.આ પણ વાંચોઃ-તસવીરોઃ 160 ફૂટ ઉપર હવામાં ડિનરની મજા માણવી હોય તો આ જગ્યાએ જાઓ

બસ્તીમાં બીજેપી નેતાની ગોળી મારીને હત્યા
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઉત્તર પ્રદેશના બસ્તી વિસ્તારમાં બુધવારે સવારે બીજેપીના એક નેતા કબીર તિવારીની બે હુમલાવરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ગોળી વાગવાથી કબીર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી લખનૌ ટ્રોમા સેન્ટર માટે રિફર કરવામાં આવ્યા હતા. લખનૌ લઇ જતા રસ્તામાં જ કબીરનું મોત થયું હતું.
First published: October 9, 2019, 9:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading