અમદાવાદઃઅમદાવાદમાં મોડી રાતે પૈસાની લેતી દેતીમાં યુવકના અપહરણનો પ્રયાસ કરાતા ચકચાર મચી છે. બાપુનગરના ભીડભંજન વિસ્તારમાંથી અપહરણ કરવા આવેલા 4 લોકોની પોલીસે અટકાયત કરી છે. આરોપીઓ યુવક પાસેથી દોઢ લાખ રૂપિયા માગતા હતા જે કઢાવવા માટે અપહરણનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદઃઅમદાવાદમાં મોડી રાતે પૈસાની લેતી દેતીમાં યુવકના અપહરણનો પ્રયાસ કરાતા ચકચાર મચી છે. બાપુનગરના ભીડભંજન વિસ્તારમાંથી અપહરણ કરવા આવેલા 4 લોકોની પોલીસે અટકાયત કરી છે. આરોપીઓ યુવક પાસેથી દોઢ લાખ રૂપિયા માગતા હતા જે કઢાવવા માટે અપહરણનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદઃઅમદાવાદમાં મોડી રાતે પૈસાની લેતી દેતીમાં યુવકના અપહરણનો પ્રયાસ કરાતા ચકચાર મચી છે. બાપુનગરના ભીડભંજન વિસ્તારમાંથી અપહરણ કરવા આવેલા 4 લોકોની પોલીસે અટકાયત કરી છે.
આરોપીઓ યુવક પાસેથી દોઢ લાખ રૂપિયા માગતા હતા જે કઢાવવા માટે અપહરણનો પ્રયાસ કર્યો હતો.
શહેરના બાપુનગર વિસ્તારમાં મોડી રાત્રે એક અપહરણનો બનાવ બન્યો હતો. ગઈકાલે રાત્રે 4 ઈશમ દ્વારા વિક્રમસિંહ સીસોદિયાને કારમાં બેસાડી ખોખરા તરફ લઈ જવાયો હતો અને ત્યાં તેને કાર માજ ઢોર માર મારવામાં આવ્યો હતો.જે દરમિયાન ખોખરા પોલીસ સ્ટેશનની ગાડી આવતા વિક્રમસિંહ દ્વારા બુમાબુમ કરતા પોલીસે આરોપીઓની અટકાયત કરી લીધી હતી અને બાપુનગર પોલીસને જાણ કરતા બાપુનગર પોલીસ ઘટના સ્થળ પર પહોચી આરોપી જયસિંગ ભદોરિયા,દિનેશ બહાદુર,કમલેશ મરાઠી,રામચંદ્ર પાંડેનો કબજો લીધો હતો.અને ફરિયાદીને પોલીસ સ્ટેશન લાવી ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.
આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે થોડા સમય અગાઉ વિક્રમસિંહ દ્વારા ઔડાનું મકાન આપવાના બહાને જયસિંગ ભદોરિયા,દિનેશ બહાદુર,કમલેશ મરાઠી અને રામચંદ્ર પાંડે પાસેથી દોઢ લાખ રૂપિયા લીધા હતા.જે બાદ મકાન આપવામાં નહિ આવતા વિક્રમસિંહ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવવામાં આવી હતી જે બાદ પણ વિક્રમસિંહ દ્વારા રૂપિયા પરત નહિ આપતા તેનું અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર