Home /News /crime /

સીતામઢીમાં ભગવાન રામ અને લક્ષ્મણ સામે કેસ, ગુસ્સે થયા યોગી આદિત્યનાથ

સીતામઢીમાં ભગવાન રામ અને લક્ષ્મણ સામે કેસ, ગુસ્સે થયા યોગી આદિત્યનાથ

ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગોરખપુરથી સાંસદ બનેલા મહંત આદિત્યનાથે બિહારના સીતામઢીમાં ભગવાન રામ અને લક્ષ્મણ વિરૂધ્ધ કોર્ટ કેસ નોંધાતાં નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આવા લોકો સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ પ્રકારના હથકંડા અપનાવે છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ગોરખપુર # ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગોરખપુરથી સાંસદ બનેલા મહંત આદિત્યનાથે બિહારના સીતામઢીમાં ભગવાન રામ અને લક્ષ્મણ વિરૂધ્ધ કોર્ટ કેસ નોંધાતાં નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આવા લોકો સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ પ્રકારના હથકંડા અપનાવે છે. તેમણે કહ્યું કે ન્યાયાલયના કાર્યને અવરોધી સામાન્ય જનતાને ન્યાયથી વંચિત કરવાની આ કુચેષ્ટા પણ છે. આ પ્રકારના લોકોને મોટો દંડ ફટકારી એમની વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઇએ.

આદિત્યનાથે કહ્યું કે, જે લોકો શાસ્ત્રોનો વાસ્તવિક મર્મ નથી સમજતા. તે આ પ્રકારની બિનજરૂરી વાતો પર સમય બરબાદ કરે છે. ન્યાયાલય આમ જનતાને ન્યાય આપવા માટે બન્યા છે. આ પ્રકારની બિન જરૂરી વાતો માટે નહીં.

અહીં નોંધનિય છે કે, બિહારના સીતામઢીમાં ડુમરી કલા ગામ નિવાસી વકીલ ઠાકુર ચંદનસિંહે સીજેએમ અદાલતમાં ભગવાન રામ અને લક્ષ્મણ વિરૂધ્ધ અરજી કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, ત્રેત્રા યુગમાં ભગવાને એક ધોબીની વાતો સાંભળીને પોતાની પત્નિ સીતાનો ત્યાગ કર્યો હતો.

અરજીમાં કહેવાયું છે કે, કોઇ પુરૂષ પોતાની પત્નિ વિરૂધ્ધ આટલો નિષ્ઠુર કેવી રીતે હોઇ શકે, અને એ પણ એવા સંજોગોમાં કે તેણી જ્યારે તમામ પ્રકારની સુખસાહ્યબી છોડીને એમની સાથે વનવાસમાં રહી હોય. ચંદનસિંહના અનુસાર કેસ કરવાનો ઇરાદો કોઇની લાગણીને નુકશાન પહોંચાડવાનો નથી. પરંતુ મા સીતાને ન્યાય અપાવવાનો છે.
First published:

Tags: યોગી આદિત્યનાથ

આગામી સમાચાર