દર્દનાક ઘટના! ભાડુઆત મહિલાની ઈંટ મારીને બેરહેમીથી હત્યા, આરોપીએ ભાગવા માટે છત ઉપરથી લગાવી છલાંગ

આરોપી અને મૃતક મહિલાની તસવીર

Haryana news: પતિ પત્નીએ (husband-wife) જમવાનું જાતે બનાવવાનું કહેતા આરોપીએ મહિલના માથામાં ઈંટના (woman murder) ઘા માર્યા હતા. જેથી મહિલાનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ આરોપી બચવા માટે છત ઉપરથી છલાંગ (accused jump from roof) લગાવી હતી. જોકે, ઉંધા માટે પટકાતા ઘાયલ થયો હતો.

 • Share this:
  બહાદુરગઢઃ દેશની રાજધાની દિલ્હીથી (delhi) નજીક આવેલા બહાદુરગઢમાં (bahadurgarh) સામાન્ય બાબતમાં એક વ્યક્તિએ સાથી ભાડુઆત મહિલાને ઈંટ મારીને (woman murder with briks) બેરહેમીથી હત્યા કરી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ ફરાર થવા માટે છત ઉપરથી છલંગા લગાવી દીધીહતી. અને આરોપી નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ આરોપીને સારવાર માટે બહાદુરગઢની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મૃતક મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ માટે મોકલી આપી હતી.

  મળતી માહિતી પ્રમાણે હરિયાણાના બહાદુરગઢના છોટુ રામનગરની આ ઘટના છે. મૃતકની ઓળખ મૂળ સ્વરૂપથી બિહાર નીવાસી રિચા સાથે થઈ હતી. રિચા પોતાના પતિ નવનીતની સાથે બહાદુરગઢના છોટૂરામનગરમાં ભાડાનો રૂમ રાખીને રહેતી હતી. તેનો પતિ નવનીત બહાદુરગઢ શહેરમાં ઓટો રિક્ષા ડ્રાઈવર તરીકે કામ કરે છે.

  બિહારનો એક વ્યક્તિ, નિરંજન નામનો વ્યક્તિ તેના રૂમની પાસે રહે છે. લોકડાઉન દરમિયાન રિચા અને નવનીત નિરંજનને રાંધતા અને ખવડાવતા હતા. પરંતુ હવે લોકડાઉન ખુલ્યા પછી જ્યારે પતિ-પત્નીએ નિરંજનને પોતાનું ભોજન જાતે બનાવવાનું કહ્યું હતું.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ જ્વેલર્સના કર્મચારી પાસેથી સોના-ચાંદીનાં બિસ્કિટ ભરેલી બેગની ચીલ ઝડપ, બાઈકર્સ ફિલ્મી સ્ટાઈલે ફરાર

  આ અદાવતના કારણે નિરંજનએ રિચાને ઈંટ વડે માર મારી નિર્દયતાથી હત્યા કરી નાખી અને બચવા માટે છત પરથી કૂદી ગયો હતો. આરોપી નિરંજન કૂદતાની સાથે જ ઊંધા માથે પડ્યો હતો. જેના કારણે તેને હાથ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.

  આ પણ વાંચોઃ-લીલાવતી હોસ્પિટલ ટ્રસ્ટીની રૂ.45 કરોડની લૂંટ કેસ, ગુજરાત HCએ સરકાર અને બનાસકાંઠા SPને નોટિસ ફટકારી

  પાડોશીઓએ આરોપીને બહાદુરગઢની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. તે જ સમયે રિચાનો મૃતદેહ મળ્યા પછી પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી.પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રિચાના મૃતદેહનો કબજો મેળવી જનરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આરોપીઓને પકડવાના પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ રોંગ સાઈડ આવતું બાઈક ધડાકાભેર બાઈક સાથે અથડાયું, મામા-ફોઇના બે ભાઈ સહિત ત્રણના મોત, પરિવારમાં માતમ

  સ્ટેશન ઈન્ચાર્જ અશોક દહિયાનું કહેવું છે કે મૃતક મહિલાના પતિના નિવેદનના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પરંતુ સૂચના મુજબ જ આરોપીને પકડવાના પ્રયાસો કરવામાં આવશે. હાલ આરોપીની સારવાર જનરલ હોસ્પિટલમાં ચાલી રહી છે.
  Published by:ankit patel
  First published: