લિફ્ટ આપી મહિલા સાથે ગેંગરેપ, તાબે કરવા બાળકને મારી નાખવાની ધમકી આપી

News18 Gujarati
Updated: October 12, 2019, 6:16 PM IST
લિફ્ટ આપી મહિલા સાથે ગેંગરેપ, તાબે કરવા બાળકને મારી નાખવાની ધમકી આપી
પ્રતિકાત્મક તસવીર

મહિલાએ વિરોધ કર્યો ત્યારે તેના બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ મહિલાને તાબે થવા મજબૂર કરી હતી

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ રાજસ્થાનના ચૂરુ જિલ્લામાં મહિલાને લિફ્ટ આપવાા બહાને અપહરણ કરીને ગેંગરેપ (Gangrape)કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે બે યુવકોએ મહિલાને લિફ્ટ (Lift) આપવાના બહાને કારમાં બેશાડીને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. મહિલાએ વિરોધ કરતા આરોપીઓએ મહિલાના દોઢ વર્ષના બાળકને મારવાની ધમકી (Threat to kill) આપી હતી.

આ ઘટના આશરે 20 દિવસ જૂની છે. ઘટનાના 15 દિપસ પછી એક આરોપી ફરી પીડિત મહિલાના ઘરે ગયો હતો. તેણે ગેંગરેપની વીડિયો ક્લિપ (Video Clip)સોશિયલ મીડિયા ઉપર વાયરલ (Viral in social media)કરવાની ધમકી આપીને પીડિતાને બ્લેકમેઇલ (Blackmail)કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેનાથી કંટાળીને પીડિતાએ આરોપીઓ સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

બાળકની સારવાર માટે ચૂરુ આવી હતી પીડિતા

પોલીસના જણાવ્યા પ્રમાણે 22 સપ્ટેમ્બરના દિવસે 27 વર્ષીય મહિલા પોતાના દોઢ વર્ષના બાળકની સારવાર માટે ચૂરુના રાજકીય ભરતિયા હોસ્પિટલ (Bharatiya hospital) આવી હતી. ત્યારબાદ તે પોતાના ગામ પરત ફરવા માટે શહેરના પંખા સર્કલ પાસે બસની રાહ જોઇને ઊભી હતી. આ દરમિયાન બે યુવકો કાર લઇને આવ્યા હતા મહિલાને લિફ્ટ આપવાના બહાને કારમાં બેશાડી હતી. આરોપીઓના નામ યોગેશ અને કન્હૈયાલા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ-સગીરાનું અપહરણ કરીને પાંચ યુવકોએ કર્યો ગેંગરેપ, રાબડી દેવીએ શું કહ્યું?

મહિલાએ વિરોધ કરતા બાળકને છીનવી લીધુંપીડિતાને ગાડીમાં બેશાડ્યા બાદ આરોપી કારને રતનગઢ રોડ તરફ સુમસામ રસ્તા ઉપર લઇ ગયા હતા. જ્યાં તેની સાથે છેડતી કરવા લાગ્યા હતા. મહિલાએ જ્યારે વિરોધ કરીને બુમો પાડવાનું શરું કર્યું ત્યારે તેના ખોળામાંથી બાળકને છીનવી લીધું હતું. અને ગળું દબાવીને તેને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ મહિલા સાથે વારાફરથી રેપ કર્યો હતો. ત્યારબાદ આરોપીએ પીડિતા અને તેના બાળકને ત્યાંજ છોડીને ફરાર થયા હતા.

આ પણ વાંચોઃ-અશ્લીલ વીડિયો બનાવી સતત ચાર વર્ષ સુધી યુવતી ઉપર આચર્યું દુષ્કર્મ

વીડિયો ક્લિપના આધારે બ્લેકમેઇલ કરવાની કોશિશ
આરોપી યોગેશ તારાનગરના પ્રેરણા એક્સીલેન્ટ પબ્લિક સ્કૂલમાં ટીચર હોવાનું જાણવા મળ્યું છે જ્યારે કન્હૈયાલાલ મેડિકલ સ્ટોર ચલાવે છે. ઘટના બાદ પીડિતા એકદમ ડરી ગઇ હતી. પીડિતાએ આ અંગે કોઇને જાણ કરી ન્હોતી. પરંતુ ઘટનાના 15 દિવસ પછી છ ઑક્ટોબરે એક આરોપી તેના ઘરે આવી પહોંચ્યો હતો. અને તેણે પીડિતાને ફરી ચુરૂ આવવા માટે કહ્યું હતું. પીડિતાએ ના પાડતા તેમે ધમકાવી હતી. અને તેણે ઘટનાની વીડિયો ક્લિપ છે. જો નહીં આવે તો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ-રાત્રે યુવતીના ઘરે પ્રપોઝ કરવા પહોંચ્યો આશિક, કર્યું ખતરનાક કારસ્તાન

પોલીસે પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો
ત્યારબાદ પીડિતાએ પોતના પતિને સંપૂર્ણ ઘટનાની જાણકારી આપી હતી. અને પતિ પત્ની બેને ચારુ આવીને મહિલા પોલીસ સ્ટેશનમાં (woman police station) આરોપીઓ સામે ગેંગરેપની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે મહિલાનો મેડિકલ ટેસ્ટ કરાવીને કેસ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
First published: October 12, 2019, 6:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading