Home /News /crime /

મહિલા ન્યૂડ થઇને પોતાના બોયફ્રેન્ડ સાથે વીડિયો કોલ પર વાત કરતી, પુત્રીના પણ કપડા ઉતરાવતી

મહિલા ન્યૂડ થઇને પોતાના બોયફ્રેન્ડ સાથે વીડિયો કોલ પર વાત કરતી, પુત્રીના પણ કપડા ઉતરાવતી

ગાજિયાબાદમાં (Ghaziabad)એક મહિલાની નિર્લજતાની હદ પાર કરતી ઘટના સામે આવી (પ્રતિકાત્મક તસવીર)

crime news - હકીકત જાણવા માટે પતિએ પોતાના બેડ રૂમમાં હિડેન કેમેરો લગાવ્યો હતો

    ગાજિયાબાદ : ગાજિયાબાદમાં (Ghaziabad)એક મહિલાની નિર્લજતાની હદ પાર કરતી ઘટના સામે આવી છે. મહિલા પોતાના પતિના કામ પર ગયા પછી ન્યૂડ થઇને પોતાના બોયફ્રેન્ડ (Boyfriend)સાથે વીડિયો કોલ (Nude Video Call)પર વાત કરતી હતી અને બોયફ્રેન્ડને ઘરે પણ બોલાવતી હતી. આટલું જ નહીં પોતાની 13 વર્ષની પુત્રી પાસે પણ ઓન કોલ કપડા ઉતરાવ્યા હતા. મહિલા આ કામ ઘણા દિવસોથી કરી રહી હતી. જોકે પતિએ હિડેન કેમેરાથી પત્નીને ઝડપી લીધી હતી. પતિએ પોલીસ કેસ નોંધાવ્યો છે.

    ગોવિંદપુરમમાં રહેતો એક વ્યક્તિ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. તેના પાડોશીઓએ જણાવ્યું કે તેની પત્ની દેહ વેપાર કરે છે. જ્યારે તે જોબ પર જાય છે તો અજાણ્યા લોકો તેના ઘરે આવે છે. હકીકત જાણવા માટે તેણે પોતાના બેડ રૂમમાં હિડેન કેમેરો લગાવ્યો હતો. સાથે તેમા એક્સેસ પોતાના મોબાઇલમાં લીધા હતા. જેથી પત્નીની દરેક એક્ટિવિટીને તે મોબાઇલમાં લાઇવ જોઇ શકે. કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તેને જોઈને પતિના હોશ ઉડી ગયા હતા. તેની પત્ની ન્યૂડ થઇને તેના બોયફ્રેન્ડ સાથે વીડિયો કોલ પર વાત કરતી જોવા મળી હતી. એક દિવસે તે બોયફ્રેન્ડે ઘરમાં આવીને તેની 13 વર્ષની પુત્રીને ન્યૂડ કરીને ખોટી રીતે અડક્યો હતો. દીકરીને માતાએ તેનો કોઇ વિરોધ પણ કર્યો ન હતો.

    આ પણ વાંચો - અમદાવાદ : યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બનાવવા માંગતો હતો NRI પંકજ પટેલ, પછી શું થયું

    આરોપી અમિત દિલ્હીમાં કેબ ડ્રાઇવર

    પીડિતે જણાવ્યું કે કેમેરામાં સતત ઘણા દિવસો સુધી તેની પત્ની ન્યૂડ બનીને પોતાના બોયફ્રેન્ડ સાથે વીડિયો કોલ પર વાતચીત કરતી જોવા મળી હતી. આરોપીની ઓળખ અમિત ઉર્ફે અનુજ દુબેના રૂપમાં થઇ છે. દિલ્હીના શાહદરા સ્થિત દુર્ગાપુરીનો રહેવાસી અમિત કેબ ડ્રાઇવર છે. પીડિતે જણાવ્યું તે તેને ત્યારે વધારે દુખ થયું જ્યારે પોતાની પુત્રીના પણ ન્યૂડ રેકોર્ડિંગ મળ્યા હતા. આ પહેલા પિતાએ પોતાની પુત્રીને પૂછ્યું તો તેણે રડીને બધી વાત કહી હતી. પુત્રીએ જણાવ્યું કે જ્યારે તે જોબ પર જાય છે તો એક અંકલ ઘરે આવે છે. તેમણે મમ્મી સાથે મારા કપડા ઉતાર્યા, ખોટી રીતે અડ્યા અને ખરાબ વાતો કરતા હતા.

    આ પણ વાંચો - 82 વર્ષની દૂલ્હન અને 36 વર્ષનો વરરાજા, કપલે સેક્સ લાઇફ વિશે કર્યો આવો ખુલાસો

    પીડિતે પત્ની અને તેના બોયફ્રેન્ડ સામે FIR કરાવી

    પીડિતે જણાવ્યું કે આ વિશે તેણે પત્ની અને તેના બોયફ્રેન્ડ સાથે વાત કરી હતી. તો બન્નેએ પોતાની ભૂલ માનવાના બદલે તેને જાનથી મારી નાખવાની અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. આ પછી પતિએ પત્ની અને તેના બોયફ્રેન્ડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડિતે કેમેરાના ફૂટેજ પોલીસને આપ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ghaziabad, ક્રાઇમ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन