હોસ્પિટલના રૂમમાં મહિલાના મોઢામાં કપડું ઠૂંસી દઈને દુષ્કર્મ

News18 Gujarati
Updated: May 10, 2019, 11:49 AM IST
હોસ્પિટલના રૂમમાં મહિલાના મોઢામાં કપડું ઠૂંસી દઈને દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

કઠૂમરમાં સરકારી હોસ્પિટલમાં ડિલીવરી રૂમમાં એક મહિલા પર સરકારી એમ્બ્યુલન્સ 108ના ડ્રાઇવરે દુષ્કર્મ આચર્યું હતું.

  • Share this:
અલવર : રાજસ્થાનના અલવરમાં હેવાનિયતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અલવરમાં પતિની નજર સામે મહિલા પર ગેંગરેપનો બનાવ સામે આવ્યા બાદ દુષ્કર્મનો વધુ એક શરમજનક બનાવ સામે આવ્યો છે. અહીં કઠૂમરમાં સરકારી હોસ્પિટલમાં ડિલીવરી રૂમમાં એક મહિલા પર સરકારી એમ્બ્યુલન્સ 108ના ડ્રાઇવરે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મનો આ બનાવ સાતમી મેના રોજ બન્યો હતો, મહિલાએ ગુરુવારે કઠૂમર પોલીસ મથકે ફરિયાદ આપી છે.

કઠૂમર પોલીસ સ્ટેશનના અધિકારી રાજેશ કુમારના જણાવ્યા પ્રમાણે દુષ્કર્મના બે દિવસ પછી પીડિતાએ પોલીસને જાણકારી આપી હતી. લોકશરમને કારણે મહિલાએ બે દિવસ સુધી કોઈને આ વાત કરી ન હતી. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે પાંચમી મેના રોજ મહિલા પોતાની ગર્ભવતી પુત્રવધૂને લઈને કઠૂમર સાર્વજનિક હોસ્પિટલ પહોંચી હતી. ડિલીવરી બાદ રજા ન મળતા મહિલા અહીં જ રોકાઈ હતી.

દુષ્કર્મ પીડિતાએ જણાવ્યું કે, 7મી મેના રોજ 108નો ડ્રાઇવર ડિલીવરી સંબંધિત અમુક જરૂરી કાગળો અંગે વાત કરવાના બહાને તેને ડિલીવરી રૂમમાં લઈ ગયો હતો. અહીં મોઢામાં કપટું ઠૂંસી દઈને તેણી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. દુષ્કર્મ બાદ ડ્રાઇવર અહીંથી ફરાર થઈ ગયો હતો. કઠૂમર પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા પ્રમાણે પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.

નોંધનીય છે કે અલવર વિસ્તારમાં પતિ સામે પત્ની પર ગેંગરેપ કરવાના કેસમાં પોલીસે ગુરુવારે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં આરોપીઓએ દુષ્કર્મ ગુજાર્યા બાદ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ મામલે કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
First published: May 10, 2019, 11:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading