રાજસ્થાનમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, આરોપીઓએ વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો

News18 Gujarati
Updated: May 7, 2019, 4:34 PM IST
રાજસ્થાનમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, આરોપીઓએ વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો
પ્રતિકાત્મક તસવીર

આ બનાવ 26મી એપ્રિલના રોજ બન્યો હતો. મહિલા તેના પતિ સાથે બાઇક પર ક્યાંક જઈ રહી હતી.

  • Share this:
જયપુર : રાજસ્થાનના અલવરમાં એક મહિલા સાથે ગેંગરેપની ઘટના બની છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલા પર તેના પતિની સામે જ પાંચ લોકોએ ગેંગરેપ કર્યો હતો.

પોલીસે વધુમાં જણાવ્યું કે, આરોપીઓ આટલેથી જ અટક્યા ન હતા. તેમણે સામૂહિક દુષ્કર્મનો વીડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વહેતો કરી દીધો હતો.

આ બનાવ 26મી એપ્રિલના રોજ બન્યો હતો. મહિલા તેના પતિ સાથે બાઇક પર ક્યાંક જઈ રહી હતી. આરોપીઓએ થંગાઝી અલવર બાયપાસ નજીક બાઇકને રોકી હતી અને યુગલને અવાવરું જગ્યાએ ઢસડી ગયા હતા. આ જગ્યાએ મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીઓએ મહિલાના પતિને આ વાત કોઈને નહીં કહેવાની ધમકી પણ આપી હતી.

પોલીસે જણાવ્યું કે, પાંચમાંથી બે આરોપીઓની ઓળખ છોટેલાલ અને અશોક તરીકે કરવામાં આવી છે. પોલીસ તમામ લોકોની ધરપકડ કરવાના પ્રયાસમાં લાગી છે. હાલ કોઈની પણ ધરપકડ થઈ શકી નથી.

આ મામલે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો તેમજ એસસી/એસટી એક્ટ હેઠળ બીજી મેના રોજ એફઆઈઆર નોંધવામાં આવી છે.
Published by: Vinod Zankhaliya
First published: May 7, 2019, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading