Home /News /crime /

ICUમાં દાખલ મહિલા સાથે હોસ્પિટલના સ્ટાફનું સામૂહિક દુષ્કર્મ

ICUમાં દાખલ મહિલા સાથે હોસ્પિટલના સ્ટાફનું સામૂહિક દુષ્કર્મ

પ્રતિકાત્મક તસવીર

મહિલાના પતિએ આક્ષેપ લગાવ્યો છે કે ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં સારવાર દરમિયાન તેની પત્નીને ઇન્જેક્શન આપીને બેભાન કરી દેવામાં આવી હતી.

    મેરઠ, ઉત્તર પ્રદેશ : શ્વાસની તકલીફ સાથે આઈસીયુમાં દાખલ એક મહિલા પર હોસ્પિટલના સ્ટાફે ગેંગરેપ કર્યો હોવાનો બનાવ ઉત્તર પ્રદેશના મેરઠમાં સામે આવ્યો છે. રવિવારે આ બનાવ બન્યો હતો. પોલીસે આ કેસમાં તપાસ માટે હોસ્પિટલના પાંચ લોકોની અટકાયત કરી છે. આ પાંચ લોકોમાં ચાર પુરુષ અને એક મહિલા સ્ટાફનો સમાવેશ થાય છે.

    સીનિયર અધિકારી હરીમોહન સિંઘે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું કે, "શ્વાસની તકલિફ બાદ મહિલાને હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. મહિલા દર્દીએ આક્ષેપ લગાવ્યો છે કે રવિવારે હોસ્પિટલના સ્ટાફે તેણી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું."

    આ પણ વાંચો : સુરતઃ જોબવર્ક કરતી મહિલાને ઘરે બોલાવીને વેપારીએ આચર્યું દુષ્કર્મ

    મહિલાના પતિએ આક્ષેપ લગાવ્યો છે કે ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં સારવાર દરમિયાન તેની પત્નીને ઇન્જેક્શન આપીને બેભાન કરી દેવામાં આવી હતી. જે બાદમાં હોસ્પિટલના સ્ટાફમાંથી જ ત્રણ લોકોએ તેના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું.

    આ બનાવની તપાસ કરી રહેલા અધિકારીએ જણાવ્યું હતું કે, ફરિયાદમાં ગેંગરેપનો જે સમય લખાવવામાં આવ્યો છે તે સમયે આઈસીયુના સીસીટીવી બંધ હોવાનું માલુમ પડ્યું છે. આ અંગે સંબંધીત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે, તેમજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gang rape, Meerut, Patient, Woman, ઉત્તરપ્રદેશ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन