યુવતીને કાર બહાર ખેંચી જઈને 10 લોકોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ

News18 Gujarati
Updated: February 12, 2019, 11:12 AM IST
યુવતીને કાર બહાર ખેંચી જઈને 10 લોકોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

હુમલાખોરો બાદમાં કારમાંથી યુવતીને બહાર ખેંચી ગયા હતા અને બાજુમાં આવેલી કેનાલના કિનારે લઈ ગયા હતા.

  • Share this:
લુધિયાણા : પંજાબમાં એક 21 વર્ષની યુવતી પર 10 લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. મહિલા તેના એક મિત્ર સાથે કારમાં સવારી કરી રહી હતી. આ સમયે બદમાશોએ તેમની કાર રોકી હતી અને યુવતીને કાર બહાર ઢસડી જઈને તેણી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસે આ બનાવ અંગે સોમવારે જણાવ્યું હતું કે, યુવતી શનિવારે તેના એક મિત્ર સાથે લુધિયાણાથી ઇસેવાલ ગામ ખાતે જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં ત્રણ બાઇક પર સવાર ઇસમોએ તેમની કારને રોકી હતી. આ લોકો કારનો પીછો કરી રહ્યા હતા. કેસની તપાસ કરનાર એસપી તરુણ રતને જણાવ્યું કે, કાર રોકવામાં આવતાની સાથે બાઇક સવાર લોકોએ કાર પર ઇંટો અને પથ્થરો ફેંકી હુમલો કરી દીધો હતો.

હુમલાખોરો બાદમાં કારમાંથી યુવતીને બહાર ખેંચી ગયા હતા અને બાજુમાં આવેલી કેનાલના કિનારે લઈ ગયા હતા. અહીં તેમણે બીજા છથી સાત લોકોને બોલાવ્યા હતા અને તમામ લોકોએ યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો : કચ્છઃ યુવક યુવતી મશગૂલ હતા ત્યારે યુવકો આવ્યા અને પછી...

મહિલા અને તેના મિત્રને રવિવાર સુધી પકડી રાખવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતીનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં તેણી પર દુષ્કર્મ થયાની પુષ્ટિ થઈ છે. પોલીસે આ ગુનામાં આઈપીસીની સંબંધીત કલમો લગાવીને વધુ તપાસ હાથ ધરી છે. યુવક અને યુવતી પાસેથી માહિતી મેળવીને પોલીસે તમામ આરોપીઓને ઝડપવા માટે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે.
First published: February 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...