મુંબઇઃ બાળકી સાથે મહિલાએ ટ્રેન સામે સુઇ જઇને કરી આત્મહત્યા, ઘટના CCTVમાં કેદ

બાળકી સાથે આત્મહત્યા કરતી મહિલા

મુંબઇમાં લોકલ ટ્રેનની મહિલા પોતાની બાળકી સાથે સુઇ જઇને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે.

 • Share this:
  મુંબઇમાં લોકલ ટ્રેનની મહિલા પોતાની બાળકી સાથે સુઇ જઇને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. આ ઘટના મુંબઇના ભાયદંર રેલવે સ્ટેશનની હોવાનું બહાર આવ્યું છે.

  ભાયદંર રેલવે સ્ટેશન ઉપર લગાવેલા સીસીટીવીમાં મહિલાની બાળકી સાથેની આત્મહત્યાની ઘટના કેદ થઇ ગઇ છે. જે જોઈને તમામ લોકોના રૂંવાડા ઉભા થઈ જાય. એક મહિલા રેલવે સ્ટેશન પર ઉભેલી તમને જોવા મળી રહી છે. તેના હાથમાં આશરે ત્રણ વર્ષની બાળકી છે. મહિલા ટ્રેન આવવાની રાહ જોઈ રહી છે. તેવુ આ દૃશ્યો જોઈને લાગી રહ્યું છે.

  મહિલાને જાણે ક્યાંક જવાની ઉતાવળ તે પ્રમાણેના આ દૃશ્યો દેખાઈ રહ્યા છે... પરંતુ જેવી જ ટ્રેન નજીક આવે છે. ત્યાંજ આ મહિલા પ્લેટફોર્મ પરથી નીચે ઉતરે છે અને પાટા પર પોતાની બાળકીને લઈને સુઈ જાય છે. ટ્રેન મહિલા અને બાળકી પરથી પસાર થઈ જાય છે અને આ કમકમાટી ઉપજાવી દેનારા દૃશ્યો સર્જાય છે.

  જોકે, કયાં કારણોસર મહિલાએ આ પ્રકારનું પગલુ ભર્યું હશે. તે જાણી શકાયુ નથી. પરંતુ આ દૃશ્યો 3 ઓગષ્ટના હોવાનું જાણવા મળ્યું છે.
  Published by:Ankit Patel
  First published: