'રૂ. 10 લાખ આપી દે નહીં તો બળાત્કારના કેસમાં ફિટ કરી દઈશ'

News18 Gujarati
Updated: November 6, 2018, 11:28 AM IST
'રૂ. 10 લાખ આપી દે નહીં તો બળાત્કારના કેસમાં ફિટ કરી દઈશ'
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
નોઇડાઃ પોલીસે બ્લેકમેઇલ કરવાના એક કેસમાં મહિલાની ધરપકડ કરી છે. મહિલાએ એક વ્યક્તિ પાસેથી રૂ. 10 લાખની માગણી કરી હતી. આવું નહીં કરવાના કેસમાં વ્યક્તિને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ બનાવ ગ્રેટર નોઇડાના લખનાવાલી ગામમાં બન્યો હતો, આરોપી મહિલાની રવિવારે ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે ફરિયાદી પુરુષ અને મહિલા અમુક સમય માટે ગાઢ મિત્રો રહ્યા હતા. મહિલાએ ફરિયાદી પુરુષ પાસેથી વિવિધ પ્રસંગે પૈસા માંગ્યા હતા. આ માટે મહિલાએ અલગ અલગ કારણ આપ્યા હતા.

ઓક્ટોબર 11ના રોજ ફરિયાદી પુરુષે પોલીસને સંપર્ક કર્યો હતો. ફરિયાદી પુરુષો દાવો કર્યો હતો કે મહિલા તેની પાસેથી રૂ. 10 લાખની માંગણી કરી રહી છે. એસએચઓ મુનીશ ચૌહાણે જણાવ્યું હતું કે, મહિલાએ પુરુષને એવી ધમકી આપી હતી કે જો તે રૂ. 10 લાખ નહીં આપે તો તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેશે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરઃ PSIએ લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાની મહિલા ASIની ફરિયાદ

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમજ મહિલાની ધમકી અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે તપાસ દરમિયાન મહિલા અને પુરુષ વચ્ચે ટેક્સ્ટ મેસેજની થયેલી આપ-લેની વિગતો પણ મેળવી હતી.પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, મહિલાની ધરપકડ કરીને તેણી પર ઇન્ડિયન પિનલ કોડની સંબંધિત કલમો લગાડવામાં આવી હતી.

ધરપકડ બાદ મહિલાને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, કોર્ટે મહિલાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે.
First published: November 6, 2018, 11:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading