Home /News /crime /

મહિલાએ લગાવ્યો મહિલા ઉપર રેપનો આરોપ, કેસ દાખલ કરવામાં પોલીસ મૂંઝવણમાં

મહિલાએ લગાવ્યો મહિલા ઉપર રેપનો આરોપ, કેસ દાખલ કરવામાં પોલીસ મૂંઝવણમાં

પ્રતિકાત્મક તસવીર

સમલૈગિકતાને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવાના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયના થોડા દિવસ પછી 25 વર્ષીય એક મહિલાએ બીજી મહિલા ઉપર રેપનો આરોપ લગાવ્યો છે.

    દેબાયન રોય

    સમલૈગિકતાને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવાના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયના થોડા દિવસ પછી 25 વર્ષીય એક મહિલાએ બીજી મહિલા ઉપર રેપનો આરોપ લગાવ્યો છે. જોકે, તે કેસ નોંધાવવામાં નિષ્ફળ રહી હતી. પીડિત મહિલા પૂર્વી ભારતથી કામ માટે દિલ્હી આવી હતી.

    મહિલાનો દાવો છે કે, 19 વર્ષીય આરોપી મહિલાએ તેની સથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. તેની સાથે મારામારી કરી હતી. મહિલાનો આરોપ છે કે દિલ્હીની સીમાપુરી પોલીસ સ્ટેશનના કર્માચારીઓએ આરોપીને પકડવાથી ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ પણ તેનું શોષણ થવાનું ચાલતું જ રહ્યું હતું.

    ન્યૂઝ 18 સાથે વાત કરતા પીડિત મહિલાએ કહ્યું હતું કે, "મેં સીમાપુરી પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ દાખલ કરવા કહ્યું હતું પરંતુ તેમણે ફરિયાદ નોંધવા માટે ઇન્કાર કર્યો હતો. એટલું જ નહીં તેમણે મેજિસ્ટ્રેટની સામે જ આ વાતનો ઉલ્લેખ કરીને ઇન્કાર કરી દીધો હતો. તો પણ ફરીથી મેત તેનો ઉલ્લેખ કર્યો"

    26 સપ્ટેમ્બરે ગુનાહિત પ્રક્રિયા સંહિતાની કલમ 164 અંતર્ગત કડકડડૂમા જિલ્લા કોર્ટમાં મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીનું નિવેદન નોંધ્યું હતું.
    Published by:ankit patel
    First published:

    Tags: 25 year old girl, 377 Verdict, Crime case, Supreme Court, Woman

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन