બેવફાઇની શંકામાં પતિએ પત્નીનું માથું ધડથી અલગ કરી દીધું

તામિલનાડુનો બનાવો, આઠ મહિના પહેલા જ 28 વર્ષીય મુનીપ્પનના 19 વર્ષીય નિવેથા સાથે લગ્ન થયા હતા.

News18 Gujarati
Updated: April 17, 2019, 9:21 AM IST
બેવફાઇની શંકામાં પતિએ પત્નીનું માથું ધડથી અલગ કરી દીધું
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: April 17, 2019, 9:21 AM IST
ઇરોડ, તામિલનાડુ : અત્યંત ધિક્કારજનક બનાવમાં તામિલનાડુના એક વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરી નાખી હતી. પતિ હત્યાથી જ અટક્યો ન હતો. બાદમાં તેણે પત્નીનું માથું ધડથી અલગ કરીને તેને એક થેલીમાં ભરીને કેનાલમાં ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન લોકોએ તેને પકડી પાડ્યો હતો અને પોલીસના હવાલે કરી દીધો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે મુનીપ્પન (28) અને નિવેથા (19) મૂળ કર્ણાટકના નિવાસી હતા. બંને ઇરોડથી 10 કિલોમીટર દૂર આવેલા મેત્તુકડ્ડાઈ ખાતે રહેતા હતા. બંનેના આઠ મહિના પહેલા જ લગ્ન થયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાના પતિને એવી આશંકા હતી કે તેની પત્ની તેની સાથે બેવફાઇ કરી રહી છે. આ કારણે બંને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતાં હતા.

આ પણ વાંચો : રાજકોટમાં લગ્ન માટે ના પડાતા પ્રેમીએ યુવતીએ છરીના ઘા ઝીંક્યા

સોમવારે રાત્રે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પતિએ તેની પત્નીના ગળા પર છરીથી હુમલો કરી દીધો હતો અને તેનું માથું શરીરથી અલગ કરી નાખ્યું હતું. બાદમાં તેનું માથું એક થેલીમાં અને શરીર એક કોથળામાં ભરી દીધું હતું. જે બાદમાં થેલી અને કોથળાને પોતાના બાઇક સાથે બાંધીને તેનો નિકાલ કરવા ગયો હતો. જોકે, આ દરમિયાન કોથળામાં મહિલાના પગ જોઈને અમુક લોકોને શંકા ગઈ હતી અને તેમણે યુવકનો પીછો કર્યો હતો.

લોકોએ તેને પકડી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મનીપ્પન સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
First published: April 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...