Home /News /crime /

પત્ની, બહેન, સાસુ ચાર-ચારનો હત્યારો, છતાં આજે દરીયા કિનારે એશથી જીવે છે આ વ્યક્તિ

પત્ની, બહેન, સાસુ ચાર-ચારનો હત્યારો, છતાં આજે દરીયા કિનારે એશથી જીવે છે આ વ્યક્તિ

કેવી રીતે કોઇ વ્યક્તિ તેનાં હાથે પોતાનાં જ અંગત લોકોનો જીવ લઇ શકે.

તુર્કી (Turkey)નો રહેવાસી ઓસમાન કૈલી (Osman Calli) પોતાની બહેન, બીવી અને સાસુને મારી નાખ્યાં, અને કોઇપણ જાતનાં અફસોસ વગર મજા કરી રહ્યો હતો. તેણે એક બે નહીં પણ ચાર ચાર હત્યા કરી નાંખી છતા તે આજે ખુલ્લી હવામાં શ્વાસ લઇ રહ્યો છે. આરામથી તેનું નવું જીવન જીવી રહ્યો છે દરિયા કાંઠે એશનું જીવન જીવી રહયો છે.

વધુ જુઓ ...
    કોઇ આટલું ક્રૂર કેવી રીતે હોઇ શકે. વિચારીને જ કાળજુ કંપી ઉઠે. કેવી રીતે કોઇ વ્યક્તિ તેનાં હાથે પોતાનાં જ અંગત લોકોનો જીવ લઇ શકે. કેવી રીતે તેનો જીવ ચાલે. પોતાનાં જ હાથે પોતાની જ ગર્ભવતી બહેનનો જીવ લઇ લીધો. આ સવાલનો જવાબ આપને વધુ હેરાન કરી શકે છે. તે વ્યક્તિની આઝાદી જે માણસનાં રૂપમાં હેવાન છે.

    તુર્કી (Turkey)નો રહેવાસી ઓસમાન કૈલી (Osman Calli) પોતાની બહેન, બીવી અને સાસુને મારી નાખ્યાં, અને કોઇપણ જાતનાં અફસોસ વગર મજા કરી રહ્યો હતો. તેણે એક બે નહીં પણ ચાર ચાર હત્યા કરી નાંખી છતા તે આજે ખુલ્લી હવામાં શ્વાસ લઇ રહ્યો છે. આરામથી તેનું નવું જીવન જીવી રહ્યો છે દરિયા કાંઠે એશનું જીવન જીવી રહયો છે.

    4 હત્યા, ઉંમરકેદની સજા છતાં આઝાદ છે હથિયારો

    4 ક્રૂર હત્યાનો ગુનેગાર ન ફક્ત ખુલ્લેઆમ ફરે છે પણ તે સંપૂર્ણ આઝાદ છે. તેનાં વકીલ મુજબ, તેને સજા પૂર્ણ કરી લીધી છે. એવામાં તેને કોઇપણ સવાલ કરવાનો કોઇને કોઇ હક નથી. કેલીએ 2004માં ચાર મહિલાઓની હત્યા બદલ બેલ્જિયમમાં આજીવન કેદની સજા થઇ હતી. પણ બાકીની સજા કાંપવા માટે તેને તુર્કી પરત મોકલી દેવામાં આવ્યો. નવી માહિતી મુજબ, તેનાં ગૃહ દેશ તુત્રીમાં તેને 2020માં તમામ ચાર્જીસથી મુક્તિ મળી ગઇ. પહેલાં જ 2016માં આંશિક રૂપથી મુક્ત કરી દીધો. તે BBC ટર્કિશ મુજબ કેલીએ તુર્કીમાં ફ્કત ત્રણ વર્ષ જેલની સજા કાપી હતી. કેલીએ વકીલ એર્ગુન ટોપને બેલ્જિયમ મીડિયાને જણાવી હતી. તેણે વર્ષ 2016માં આંશિક રૂપથી રિહા કરવામાં આવ્યાં હતાં. વર્ષ 2019માં પેરોલ પર રાખવામાં આવ્યાં હતાં. અને એક વર્ષ બાદ તમામ આરોપોથી તેને મુક્ત કરી દીધા તે પહેલાં પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું. તેને સમ્માન અને શુદ્ધિકરણ માટે તેને આ તમામ હત્યાઓને અંજામ આપ્યાં છે. તે કોઇ શુદ્ધિની વાત કરી રહી હતી કોઇને નહોતી ખબર.

    આ પણ વાંચો-29 વર્ષની મહિલાએ સગીર બાળક પર ગુજાર્યો બળાત્કાર, પોલીસે Posco હેઠળ કરી ધરપકડ

    સમ્માનનાં નામ પર ચાર લોકોની કરી નાંખી હત્યા-
    11 નવેમ્બર 2004નાં કેલીએ તેની ગર્ભવતી બહેન સહિત ચાર મહિલાઓની હત્યા કરી હતી. અને બેલ્જિયમનાં ગેન્ટ શહર (Belgium City of Ghent)માં રહેવા દરમિયાન ત્રણ અન્યને ઘાયલ કરી દીધા. તેની પત્ની 25 વર્ષની પત્ની ટેસ્લીમે અને 19 વર્ષની ગર્ભવતી બહેન હેસરને ખુરશીમાં બાંધી ગોળી મારી દીધી અને બાળી દીધા. પછી તેની પૂર્વ પત્ની વેન્ડી બ્લેંડમેન (Wendy Blendeman)નાં ઘરે આલ્સ્ટ શહેર (City Of Aalst)માં ચાલી ગયો અને ત્યાં તે તેની પત્નીની માની હત્યા કરી દીધી. આ સમયે ત્યાં એક વ્યક્તિ પણ હાજર હતો. તેણે તેને પણ મારી દીધો હતો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Crime news, Life imprisonment, Sister murder, Wife Murder

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन