Home /News /crime /દર્દનાક ઘટના! પત્ની કરતી હતી આડા સંબંધોનો વિરોધ, પતિએ ગોળી મારીને કરી હત્યા, પછી ઈંટ વડે મોંઢુ કચડ્યું
દર્દનાક ઘટના! પત્ની કરતી હતી આડા સંબંધોનો વિરોધ, પતિએ ગોળી મારીને કરી હત્યા, પછી ઈંટ વડે મોંઢુ કચડ્યું
ઘટના સ્થળની તસવીર
bihar crime news: મહિલા પોતાના પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધોને (Extramarital Affair)લઈને નારાજ રહેતી હતી. જેના પગલે પતિ પત્ની વચ્ચે છાસવારે (husband wife fight) ઝઘડો થતો હતો.
જમુઈઃ બિહારમાં (bihar news) જમુઈ જિલ્લામાં આંતરીક વિવાદમાં એક પતિએ પોતાની પત્નીની ગોળી મારીને હત્યા (Wife Murder) કરી દીધી છે. ઘટના લક્ષ્મીપુર પોલીસ સ્ટેશનના ગૌરા પંચાયતના કવલી ગામની છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થયો છે. મળતી જાણકારી પ્રમાણે મંજીત તાંતી નામના વ્યક્તિને પોતાના પત્ની પાર્વતી દેવીની ગોળી મારીને હત્યા (husband killed wife) કરી દીધી હતી.
મળતી માહિતી પ્રમાણે મહિલા પોતાના પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધોને (Extramarital Affair)લઈને નારાજ રહેતી હતી. જેના પગલે પતિ પત્ની વચ્ચે છાસવારે ઝઘડો થતો હતો. હત્યાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળ ઉપર પહોંચીને સ્થળ તપાસ શરૂ કરી હતી અને લાસને પોતાના કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
માનવમાં આવી રહ્યું છે કે આરોપી મંજીત તાંતીના એક અન્ય મહિલા સાથે આડા સંબંધો હતો. જેના કારણે છાસવારે પોતાની પત્ની સાથે વિવાદ અને ઝઘડા થતાં હતા. આરોપી પતિ પણ પોતાની પત્ની ઉપર બદચલનનો આરોપ લગાવીને છાસવારે મારપીટ કરતો હતો.
શુક્રવારે રાત્રે મંજીત તાંતી લગભગ છ મહિના બાદ ઘરે પરત ફર્યો હતો. પતિ અને પત્નીમાં ફરીથી વિવાદ અને ઝઘડા શરુ થયા હતા. ત્યારબાદ દારૂના નશામાં ધૂત મંજીતે મોડી રાત્રે પોતાની પત્નીને ગોળી મારી દીધી હતી. આરોપ છે કે ત્યારબાદ પતિએ પત્નીના માથામાં ઈંટ વડે ઉપરી છાપરા ઘા મારીને મોંઢું કચડી નાંખ્યું હતું. જેનાથી તેની ઓછળ ખતી ન થાય. જોકે, મહિલાનું મોત નીપજ્યું હતું.
એ પણ માનવામાં આવી રહ્યું છે કે આરોપી મંજીત તાંતી ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો વ્યક્તી છે અને તેના ઉપર લક્ષ્મીપુર પોલીસ સ્ટેશન અધ્યક્ષ સુબોધ કુમારે જણાવ્યું કે પતિ અને પત્ની વચ્ચે કંકાસનો આ મામલો છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ ફરાર છે. પોલીસ આ મામલે તપાસ હાથધરી છે. પોલીસ ટૂંક સમયમાં આરોપીને પકડી લેશે. આ અંગે છાપામારી ચાલી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર