Home /News /crime /માસિયાઈ ભાઈના પ્રેમમાં પાગલ મહિલા બની પતિની હત્યારી, મૃતકની સાસુ પણ હત્યાકાંડમાં સામેલ

માસિયાઈ ભાઈના પ્રેમમાં પાગલ મહિલા બની પતિની હત્યારી, મૃતકની સાસુ પણ હત્યાકાંડમાં સામેલ

પોલીસે છ લોકોની ધરપકડ કરી.

Murder in Extra Marital Affair: પોલીસે ફક્ત 36 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો. મૃતકની પત્ની, સાસુ સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી.

મધુબની: બિહારમાં હત્યા (Madhubani murder case)નો એક એવો બનાવ સામે આવ્યો છે જેના વિશે સાંભળીને સંબંધો પરથી વિશ્વાસ જ ઉઠી જાય. અહીં એક પત્નીએ તેના પતિની હત્યા કરાવી નાખી છે. ત્રણ સંતાનોની માતા એવી મહિલાએ તેના 18 વર્ષીય માસિયાઈ ભાઈના પ્રેમમાં પાગલ થઈને પતિની હત્યા (Woman killed husband with help of lover) કરાવી નાખી છે. આ ગુનામાં આરોપી મહિલાને તેની માતાએ એટલે કે મૃતકની સાસુએ પણ મદદ કરી હતી. આ કેસમાં પોલીસે કુલ છ લોકોની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

ઝંઝારપુર સબ-ડિવિઝન (Jhanjharpur sub-division)માં બુધવારે રોડના કિનારેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો. આ બનાવ ભૈરવસ્થાન પોલીસ સ્ટેશન હેઠળ આવતા મેંહથ ગામનો છે. મુખ્ય રોડની બાજુમાં ઝાડી ઝાખરામાંથી મૃતદેહ મળી આવતા ગામના લોકોએ પોલીસને જાણકારી આપી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આ હત્યાનો કોયડો ઉકેલતા ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઝંઝારપુર એસડીપીઓ આશીષ આનંદ (Jhanjharpur SDPO Ashish Anand)નું કહેવું છે કે મૃતકની પત્ની ત્રણ બાળકોની માતા છે. મૃતકની પત્નીએ જ હત્યાકાંડને અંજામ અપાવ્યો હતો. મૃતકની ઓળખ ભગવતીપુર ગામ નિવાસી મોહમ્મદ માશૂક તરીકે થઈ છે.

પોલીસને તપાસમાં માલૂમ પડ્યું હતું કે મોહમ્મદ માશૂકની પત્ની નસીમા ખાતૂન (Nasima Khatoon)ના તેના માસિયાઇ મોહમ્મદ સોનૂ સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ (Extramarital affairs) હતા. આ જ કારણે મૃતકની પત્નીએ પોતાના પ્રેમી અને તેના ત્રણ મિત્રોની મદદ લઈને પતિનો કાંટો કઢાવી નાખ્યો હતો. ઝંઝારપુર એસડીપીઓ આશીષ આનંદનું કહેવું છે કે મોહમ્મદ માશૂકની હત્યામાં મૃતકની સાસુ પણ સામેલ છે. હત્યાકાંડને અંજામ આપનાર મોહમ્મદ સોનૂ ઉર્ફે નિઝામુદ્દીન ભૈરવસ્થાન પોલીસ મથક હેઠળ આવતા રૈયામ ગામનો નિવાસી છે. તેની ઉંમર ફક્ત 18 વર્ષ કહેવામાં આવી રહી છે.

પોલીસના કહેવા પ્રમાણે નસીમા ખાતૂનના કહેવા પર મોહમ્મદ સોનૂએ ભગવતીપુર મોઇનટોલ નિવાસી મોહમ્મદ ઇકરામ ઉર્ફે છોટૂ, મોહમ્મદ બરકત ઉર્ફે હીરો અને મોહમ્મદ ઉઝૈર નામના ત્રણ મિત્રોની મદદ લઈને મોહમ્મદ માશૂકની હત્યા કરી નાખી હતી. યોજના પ્રમાણે પહેલા તમામે મોહમ્મદ માશૂકને દારૂ પીવડાવ્યો હતો. બાદમાં બાઇક પર બેસાડીને મેંહથ પુલ પાસે લઈ ગયા હતા. જે બાદમાં ધારદાર હથિયારથી હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે ફક્ત 36 કલાકમાં જ હત્યાનો આ કેસ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં પોલીસે મૃતકની પત્ની, સાસુ સહિત છ લોકોની અટકાયત કરી છે.

મહિના પહેલા બન્યો હતો આવો જ બનાવ

એક મહિના પહેલા મધુબની જિલ્લામાં જ આ પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. મધુબની જિલ્લામાં એક મહિલાએ પોતાના પ્રેમીની મદદથી પતિની હત્યા કરી નાખી હતી અને બાદમાં તેનો પતિ ગુમ થઈ ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ પણ ઝંઝારપુર સબ-ડિવિઝનમાં બન્યો હતો. પાડોશમાં રહેતા યુવકના પ્રેમમાં પાગલ થઈને પત્નીએ આ ગુનાને અંજામ આપ્યો હતો. આ બનાવ મધેપુરા પોલીસ સ્ટેશન હેઠળ આવતા ભીથ ભાગવનપુર ગામ ખાતે બન્યો હતો.

આ પણ વાંચો: મિત્રએ કરી મિત્રની હત્યા: મિત્રની પત્નીને શારીરિક સંબંધ માટે કરતો હતો દબાણ, ગુમાવ્યો જીવ

ઝાંઝરપુર એસડીપીઓ આશીષ આનંદે જણાવ્યું હતું કે, મૃતકની પત્ની ચાંદની સિંઘને પાડોશમાં રહેતા રાજકુમાર સિંઘ સાથે અનૈતિક સંબંધો હતો. આ સંબંધને પગલે ચાંદનીએ તેના પતિ નિરંજન સિંઘની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. આ કામમાં ચાંદીને તેના પ્રેમી રાજકુમાર અને તેના બે મિત્રોએ મદદ કરી હતી. નિરંજન જ્યારે ઊંઘી રહ્યો હતો ત્યારે તેનું ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી. બાદમાં તેનો મૃતદેહ નદીમાં ફેંકી દીધો હતો. પતિની હત્યા બાદ ચાંદીએ તે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ કેસમાં પોલીસે ઊંડી તપાસ કરતા ખૂદ ફરિયાદી મહિલા જ હત્યાની આરોપી હોવાનું ખુલ્યું હતું.
First published:

Tags: Extramarital affairs, Husband, Lover, Wife

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો