wife extramarital affair with brother in law: મૃતકની પત્નીનો તેના દિયર સાથે આડા સંબંધો છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યા હતા. આ આડા સંબંધોમાં પતિ સુરેન્દ્ર યાદવ અડચણ રૂપ બનતો હતો. જેના લઈને પત્ની ગુલફુલ દેવીએ સોપારી આપીને પતિને રસ્તામાંથી હટાવી દીધો હતો.
રાકેશ કુમાર, લખીસરાઃપતિ હોવા છતાં પત્ની દિયરના પ્રેમમાં (wife extramarital affair with brother in law) એટલી આંધળી થઈ ગઈ હતી કે તેણે શૂટર્સની મદદથી પતિની હત્યા (wife killed husband) કરાવી દીધી હતી. આ ઘટના 15 ઓગસ્ટની છે. પોલીસે આ સમસનીખેસ હત્યાકાંડનો ખુલાસો (Lakhisarai Murder Case) કરતા શૂટર અને પત્ની સહિત ચાર યારોપીઓની ધરપકડ (police arreste four accused with wife) કરી હતી.
માનવામાં આવી રહ્યું છે કે દિયર સાથે આડા સંબંધોમાં પતિ (wife affair) ખીલીરૂપ બન્યો હતો. જેના પગલે પતિને રસ્તામાંથી હટાવવા માટેનું પ્લાનિંગ કર્યું હતું. અને પત્નીએ પોતાના દિયરની મદદથી પતિની હત્યાની સોપારી આપી હતી. અને ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ સામે પત્નીની બધી ચાલાકી ઝડપાઈ હતી.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે બિહારના લખીસરાય જિલ્લાના હલસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌરા ગામની આ ઘટના છે. હત્યાકાંડનો ખુલાસો કરતા એસપી સુશીલ કુમારે જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટે મોડી સાંજે હલસી પોલીસ સ્ટેશનના બહિયારમાં સુરેન્દ્ર યાદવની અજ્ઞાત લોકોએ ચાર ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
આ કેસમાં ત્રણ જણા સામે નામજોગ ફરિયાદ અને બે અજાણ્યા લોકો ઉપર મૃતકની પત્ની દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઘટના બાદ એસપી સુશીલ કુમારે એસડીપીઓ રંજન કુમારના નેતૃત્વમાં એસાઆઈટીની રચના કરી હતી. ત્યાર બાદ તપસમાં સનસનીખેજ ઘટનાનો ખુલાસો થયો હતો.
એસપીએ જણાવ્યું કે મૃતકની પત્નીનો તેના દિયર સાથે આડા સંબંધો છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યા હતા. આ આડા સંબંધોમાં પતિ સુરેન્દ્ર યાદવ અડચણ રૂપ બનતો હતો. જેના લઈને પત્ની ગુલફુલ દેવીએ સોપારી આપીને પતિને રસ્તામાંથી હટાવી દીધો હતો. પતિની હત્યા કરાવ્યા બાદ પત્નીએ ભાણિયા દ્વારા યુવતીને ભગાડી જવામાં હત્યાની જણાવી પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
જોકે, તપાસ દરમિયાન પત્નીએ જણાવેલી કહાની ખોટી નીકળી અને ફરિયાદી પત્ની જ પોતાના પતિની હત્યાની આરોપી નીકળી હતી. આ મામલે ગુલફુલ દેવી ઉપરાંત શૂટર સુનીલ કુમાર મિસ્ત્રી ઉર્ફ કમ્યુટર, રુદલ ઢાડી અને મૃતકનો ભાઈ રવિન્દ્ર યાદવની ધરપકડ કરી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર