Home /News /crime /પત્નીની હત્યા બાદ કુદરતી મોતમાં ખપાવવાનું પતિનું ષડયંત્ર ખુલ્લુ પડ્યું

પત્નીની હત્યા બાદ કુદરતી મોતમાં ખપાવવાનું પતિનું ષડયંત્ર ખુલ્લુ પડ્યું

છોટા ઉદેપુરઃ સુરેન્દ્રનગરનાં હળવદ ગામે મજુરી કામે ગયેલા છોટાઉદેપુરનાં નસવાડી તાલુકાનાં દંપતિની જમવાની નજીવી બાબતે તકરાર થતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીને માથામા લાકડાનાં ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. અને હત્યાને કુદરતી મોત મા ખપાવવા મૃતદેહને વતનમા લઈ આવ્યો હતો. મ્રુતક મહિલાના ભાઈને શંકા જતા નસવાડી પોલીસમા ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમા જ આરોપીને ઝડપી પાડી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

patni hatya1

નસવાડીનાં ડાભેણ ગામના દલસિગ રાઠવા અને  તેની પત્ની સવરીબેન છેલ્લા ૭ વર્ષ થી સુરેન્દ્રનગર નાં હળવદ ગામે કંચન ભાઈ દલવાડીની વાડીમા ભાગે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગત તા 2 ઓગસ્ટના  જ્યારે દલસિગ ભાઈ  ખેતરમાં પાણી વાળીને રાત્રે ઘરે જમવા આવ્યો હતો. જમવા બાબતે નજીવા કારણોસર પતી અને પત્ની વચ્ચે શરુ થયેલ બોલાચાલી એ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યુ અને ઉશ્કેરાયેલા પતી દલસિંગે નજીકમાં પડેલ લાકડુ લઈને પત્ની સવરીના માથાનાં ભાગે ફટકા મારતા સવરીબેનનુ પ્રાણ પંખેરુ ઉડી ગયુ હતુ.

ઉશ્કેરાટમા ન કરવાનુ કરી બેસેલા દલસિંગ રાઠવાને ભાન થતા તેને કરેલા ગુનાને છુપાવવા તેને ખેતરમા કામ કરતા સાથી મજુરો અને વાડીના માલીકને પત્નીને લોહીની ઉલ્ટીઓ થવાથી મોત નીપજ્યુ  હોવાનુ જણાવ્યુ હતું. ખેતરનાં માલિકને ખબર પડતા તેની પત્નીનું અંતિમ સંસ્કાર તેના ગામમાં થાય તે માટે  તાત્કાલીક તેને ટેમ્પો ભાડે કરાવી આપતા હત્યારો પતી તેની મરેલી પત્નીને લઈને  નસવાડીનાં ડાભેળ ગામે આવી ગયો હતો.

પોતાની  પત્ની સવરીને મોતને ઘાટ ઉતાર્યા બાદ હત્યારા પતિએ પોતાના અને પત્નિના સ્વજનોને જાણ કર્તા કવાંટ તાલુકાના  થડ્ગામ ખાતે રહેતા નવસિંગ ભાઈ મનહર ભાઈ રાઠવાએ સવરીબેનનો મૃતદેહ થડ્ગામ લેતા આવવાનુ જણાવ્યુ હતુ.

છતા દલસિંગ રાઠવાએ પોતાના  ગામ ડાભેળમાં જ  અંતિમ સંસ્કારની તૈયારી કરાવી અને મૃતદેહને પોતાના ગામ ડાભેણ લઈ જઈ અંતિમ સંસકારની વિધિ શરુ કરી હતી.  પરંતું પતીને ક્યા ખબર હતી કે પાપ છાપરે ચડીને પોકારે જે વાત સાચી ઠરી અને પત્નીનાં ભાઈ અને પિતા અંતિમ સંસ્કારમાં આવ્યા તો જોયું કે  સવરીનાં માથાનાં ભાગે ઈજા દેખાતી હતી.

જ્યારે ભાઈએ જોતા કાનમાંથી પણ લોહી વહેલુ દેખાતું હતું. જેથી  પિતા અને ભાઈ સમજી ગયા કે તેમના જમાઈ દલસિંગેજ તેમની દીકરીની હત્યા કરી છે.  જેથી તેમણે  હત્યારા પતીને પૂછતા તે ત્યાંથી ભાગી ગયો હતો. જેથી મૃતક સવરી બેનના પરિજનોની શંકા વધુ મજબુત બની હતી અને તેમણે નસવાડી પોલીસ મા ફરિયાદ નોંધાવતા  નસવાડી પોલીસે ગણતરીનાં કલાકોમાં જ આરોપી દલસિગને ઝડપી પાડ્યો હતો. સુરેન્દ્ર નગરનાં હળવદ ગામે બનેલ હોવાથી નસવાડી પોલીસે ઝીરો  નબરથી ફરિયાદ દાખલ કરી હળવદ પોલીસને મોકલી આપી છે.
First published:

Tags: આરોપી, ક્રાઇમ, ગુજરાત, ગુનો, પતિ, પત્ની, પોલીસ, વિવાદ, હત્યા

विज्ञापन
विज्ञापन