bihar husband wife fight: રાત્રે થયેલા વિવાદ બાત પત્નીએ ઊંઘી રહેલા પોતાના પતિનો પ્રોઈવેટ પાર્ટ કાપી નાંખ્યો હતો. ત્યારબાદ પતિએ પણ ભાન ભૂલીને પોતાની પત્ની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
પટનાઃ બિહારના (bihar news) પટનાના (Patna news) દાનાપુર ફુલવારી શરીફમાં એક અજીબોગરબી કિસ્સો સામે આવ્યો છે. અહીં પતિ-પત્ની વચ્ચેના વિવાદમાં ગુસ્સે ભરાયેલી પતિએ બેકાબૂ થઈને અડધી રાત્રે પોતાના પતિનો પ્રાઈવેટ પાર્ટ (wife cut private part of husband) કાપી નાંખ્યો હતો. જ્યારે પત્નીની આ હરકતથી નારાજ પતિએ પણ પત્ની ઉપર હુમલો કર્યો () હતો. જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
મળતી માહિતી પ્રમાણે રાત્રે થયેલા વિવાદ બાત પત્નીએ ઊંઘી રહેલા પોતાના પતિનો પ્રોઈવેટ પાર્ટ કાપી નાંખ્યો હતો. ત્યારબાદ પતિએ પણ ભાન ભૂલીને પોતાની પત્ની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ મામલો પ્રકાશમાં આવતા જ ફુલવારી શરીફ પોલીસે આ મામલે તપાસ હાથધરી હતી.
ઘટના બાદ રડતા રડતા અને દર્દથી તડપતા પતિએ ફુલવારી શરીફ પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસ સામે પોતાની આપવીતી સંભળાવી હતી. પતિની ગંભીર હાલત જોઈને સ્થાનિક પોલીસે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. પતિનું વધારે લોહી વહી જવાથી તેની હાલત વધારે નાજુક માનવામાં આવી રહી છે. પતિની હાલત નાજુક હોવાથી તેને પીએમસીએચ રેફર કરવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસ ઘાયલ વ્યક્તિની હાલત ઠીક થવાની રાહ જોઈને બેઠી છે. જોકે, પતિ પત્ની વચ્ચે થયેલા આ ઝઘડો સ્થાનિક સ્તર ઉપર ચર્ચાનો વિષય બન્યો હતો.
ઉલ્લેખનીય છે કે પતિ પત્નીનો એક વિચિત્ર કિસ્સો ઉત્તર પ્રદેશના મેરઠમાં પણ પ્રકાશમાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના (Uttar pradesh) મેરઠમાં (Meerut) પતિ પત્ની વચ્ચેનો વિવાદ એક વિચિત્ર શરત ઉપર પુરો થયો હતો. વાત જાણે એમ છે કે પહેલા તો પીડિતાએ દહેજ (dowry) માટે ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, પોલીસે કાઉન્સિલિંગ શરુ કરી તો જાણવા મળ્યું કે વિવાદ પોર્ન ફિલ્મ જોવાને લઈને હતો. અને ત્યારબાદ બેડરૂમમાં મોબાઈલ બેન (mobile ban in bedroom) લાગવાના નિયમ બાદ બંને વચ્ચે ઝઘડાનો અંત આવ્યો હતો.
ઉત્તર પ્રદેશના દૌરાલા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન જુલાઈ 2020માં મેરઠના ઇંચોલી વિસ્તારમાં એક યુવક સાથે થયા હતા. નવવિવાહિતાએ સાસરિયાઓ ઉપર દહેજની માંગણીનો આરોપ લગાવ્યો હતો. યુવતીએ અધિકારીઓને ફરિયાદ કરી હતી કે પતિ તેની સાથે મારપીટ કરે છે અને શારીરિક શોષણ પણ કરે છે.
મહિલાએ કાઉન્સિંલિંગમાં જણાવ્યું કે લગ્ન બાદથી જ પતિ બેડરૂમમાં મોબાઈલમાં પોર્ન ફિલ્મો જોતો હતો. પીડિતાએ કહ્યું કે પતિ અશ્લિલ ફિલ્મો જોઈને માનસિક અને શારીરિક રૂપથી ત્રાસ આપતો હતો. વિરોધ હોવા છતાં તે ત્રાસ ગુજરાતો હતો. પીડિતાએ કહ્યું કે જો પતિ પોર્ન ફિલ્મો જોવાની આદત છોડશે તો જ પોતાના પતિ સાથે સાસરી જશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર