પત્નીના પ્રેમીએ દિનદહાડે પતિની હત્યા કરી, કલાકો સુધી તડપતો રહ્યો પતિ

News18 Gujarati
Updated: October 7, 2019, 9:34 PM IST
પત્નીના પ્રેમીએ દિનદહાડે પતિની હત્યા કરી, કલાકો સુધી તડપતો રહ્યો પતિ
પ્રતીકાત્મક તસવીર

પ્રેમીએ ચપ્પા વડે હુમલો કર્યા બાદ પતિ આશરે એક કલાક સુધી તડપતો રહ્યો પરંતુ ગામ લોકોએ તેની મદદ ન કરતા અંતે તેનું મોત થયું હતું.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના હાપુડ (Hapur) જિલ્લામાં એક યુવકની દિનદહાડે હત્યા (Murder)થયાની ઘટના બની હતી. ચપ્પા વડે અનેક વખત હુમલો કરીને યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. મૃતકની પત્નીના પ્રેમીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાના આશરે એક કલાક સુધી યુવક રસ્તા ઉપર તડપતો રહ્યો હતો. ત્યારબાદ ગામલોકોએ આરોપી પ્રેમી અને મૃતકની પત્નીને પકડીને પૉલીસના (police)હવાલે કર્યા હતા.

તમાસો જોતા રહ્યા લોકો
ઉત્તર પ્રદેના પિલખુવા વિસ્તારમાં આવેલા સિખૈડા ગામમાં આ ઘટના બની હતી. દિલ્હીના દ્વારકાના રહેનારો અશોક પોતાની પત્નીને લઇને સિખૌડા ગામ પહોચ્યો હતો. પત્નીના ભાઈ અને સંબંધીઓ જ્યારે સોનિયાને તેના પતિ સાથે મોકલવા લાગ્યા ત્યારે પત્નીનો પ્રેમી આવી પહોંચ્યો હતો. અને અશોક ઉપર પાછળથી ચપ્પા વડે અનેક વખત હુમલો કર્યો હતો.

આ પણ વાંચોઃ-નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટરે પહેલા લખી પત્નીની હત્યાની સ્ક્રિપ્ટ, પછી કરી આત્મહત્યા

ગગન નામના આરોપીએ લોકોની સામે જ પ્રેમિકાના પતિની હત્યા કરી દીધી હતી. આમ મુકબધીર બનીને ગામલોકો ખૂનીખેલ જોઇ રહ્યા હતા. અશોક આશરે એક કલાક સુધી જમીન ઉપર તડપતો રહ્યો હોવા છતાં ગામ લોકોએ તેની મદદ ન કરી અને છેવટે તેનું મોત થયું હતું.

આ પણ વાંચોઃ-સ્પા સૅન્ટરની આડમાં સૅક્સ રૅકૅટ: 19 યુવક યુવતીઓ ઝડપાયા, કૉન્ડોમ મળ્યાઆરોપી ગગન પણ દ્વારકામાં રહે છે
અશોકના મોત બાદ ગામલોકોએ આરોપી પ્રેમી ગગન અને તેની મૃતકની પત્ની સોનિયાને ઘેરી લીધા હતા. અને પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પ્રેમી ગગન અને તેની પ્રેમિકાની ધરપકડ કરી હતી. પૉલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે અશોક અને સોનિયા દિલ્હીના દ્વારકામાં રહે છે. પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા. આરોપી ગગન પણ દ્વારકા રહેતો હતો.

આ પણ વાંચોઃ-પ્રેમી સાથે પત્નીને સેક્સ માણતા જોઇ ગયો પતિ અને પછી...

પ્રેમી ગગને અશકો ઉપર ચપ્પુ વડે ધડાધડ વાર કર્યા હતા
એકબીજાના પરિચયમાં આવ્યા પછી પત્ની સોનિયા અને ગગન વચ્ચેના સંબંધ વધારે મજબૂત થયા હતા. બંને રવિવારે હાપુડના સિખૈડા ગામે પહોંચ્યા હતા. અશોક પણ બંનેના પાછળ ગામ પહોંચ્યો હતો. અશોક પોતાની પત્નીને લેવા જવા લાગ્યો ત્યારે પાછળથી આરોપી પ્રેમીએ અશોક ઉપર ચપ્પા પડે તાડતોબ હુમલો કર્યો હતો. જેનાથી અશોકનું ઘટના સ્થળે મોત થયું હતું.
First published: October 7, 2019, 9:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading