Rajasthan crime news: ઘાટોલ ખાતે 33 વર્ષીય મુસ્તફા શેખ નામના યુવકે વિધવા મહિલા ટીચરને (Widowed female teacher love trap) પોતાની જાળમાં એવા ફસાવ્યા હતા કે તેઓ ઈચ્છે તો પણ તેમાંથી બહાર નીકળી શકે તેમ ન્હોતા. આ કારણે આરોપી સતત 5 વર્ષ સુધી પીડિતા સાથે દુષ્કર્મ (rape on woman) કરતો રહ્યો હતો.
બાંસવાડાઃ અત્યારના સમયમાં મહિલાઓ ઉપર અત્યાચારના અનેક કિસ્સાઓ (women Harassment case) સામે આવતા રહે છે. પરંતુ રાજસ્થાનના (Rajasthan news) બાંસવાડામાં (basnwad news) એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે જાણીને ભલભલા હચમચી જાય. 45 વર્ષીય વિધવા મહિલા ટીચરના (teacher molestation in Rajasthan) શારીરિક શોષણના આ દર્દનાક કહાની બાંસવાડના ઘાટોલ ખાતે બની હતી. હેવાનિયતની આ ઘટનામાં એક નરાધમ યુવકે છેલ્લા 5 વર્ષથી વિધવા શિક્ષિકાનું શારીરિક શોષણ કરતો હતો અને શિક્ષિકા પાસેથી 15 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા.
ચકચારી ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે બાંસવાડાના ઘાટોલ ખાતે 33 વર્ષીય મુસ્તફા શેખ નામના યુવકે વિધવા મહિલા ટીચરને પોતાની જાળમાં એવા ફસાવ્યા હતા કે તેઓ ઈચ્છે તો પણ તેમાંથી બહાર નીકળી શકે તેમ ન્હોતા. આ કારણે આરોપી સતત 5 વર્ષ સુધી પીડિતા સાથે દુષ્કર્મ કરતો રહ્યો હતો.
ઉપરાંત શિક્ષિકાને માનસિક અને શારીરિક રીતે એવા હેરાન કરી મુક્યા હતા કે તેઓ સરખી રીતે જીવી પણ નહોતા શકતા અને મરી પણ નહોતા શકતા. નવેમ્બર 2015માં આરોપીએ સોશિયલ મીડિયા પર મહિલા ટીચરને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. સામાન્ય વાતચીતોના થોડા મહિના બાદ આરોપીએ તેમનો મોબાઈલ નંબર લીધો હતો અને કોઈને કોઈ બહાને મહિલાને ફોન કરવા લાગ્યો હતો.
તે મોબાઈલની દુકાન ચલાવતો હોવાથી મોબાઈલ ઠીક કરવાના બહાને મળવા પણ લાગ્યો હતો. એક દિવસ તેણે ખોટી જાળ બિછાવતા કહ્યું કે, તે પોતાની પત્ની અને પરિવારથી ખૂબ જ હેરાન છે અને આત્મહત્યા કરવા ઈચ્છે છે.
આ રીતે ઈમોશનલ બ્લેકમેઈલ કરીને તેણે એક દિવસ શિક્ષિકાને મળવા બોલાવ્યા હતા અને નહેરના કિનારે આવેલા સૂમસામ વિસ્તારમાં એક ઘરે લઈ ગયો હતો. ત્યાં પાણીમાં નશીલી દવા ભેળવીને તેમને પીવડાવી દીધી હતી અને તેઓ બેભાન થઈ ગયા એટલે દુષ્કર્મ કરીને અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો.
શિક્ષિકા ભાનમાં આવી ત્યારે તે વીડિયો બતાવીને વાયરલ કરવાની ધમકી આપીને સમયાંતરે દુષ્કર્મનો ભોગ બનાવવા લાગ્યો હતો. પીડિતા ખૂબ કરગર્યા હતા કે આ ખોટું છે, તેઓ ઉંમરમાં મોટા છે અને તેમને એક જુવાન દીકરો છે. જે થયું તેને તેઓ કોઈને નહીં જણાવે પરંતુ તેમને છોડી દે. જોકે આરોપી માન્યો નહીં અને સતત તેમને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ભોગ બનાવતો રહ્યો.
ધીરે ધીરે આરોપીએ પૈસા માંગવાનું શરૂ કરી દીધું અને 15-50 હજાર કરીને શિક્ષિકાએ તેને કુલ 5 લાખ રૂપિયા આપ્યા. બાદમાં તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું તો તે શાળાએ પહોંચી ગયો અને અન્ય શિક્ષકોને વીડિયો બતાવવાની ધમકી આપવા લાગ્યો.