સિકંદર શેખ/જેસલમેર: પશ્ચિમ રાજસ્થાન (Western Rajasthan)માં ભારત-પાકિસ્તાન બોર્ડર પર સ્થિત જેસલમેર જિલ્લામાં કંપારી છૂટી જાય તેવી ઘટના બની છે. અહીં બીજી વખત પરણવાની ના પાડવા બદલ એક વિધવા મહિલાનું નાક અને જીભ કાપી (Nose and tongue cut) નાખવામાં આવ્યું છે. ગંભીર રૂપથી ઘાયલ મહિલાનું જોધપુરમાં ઇલાજ ચાલુ છે. આ કેસ સામે આવ્યા બાદ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે. અન્ય આરોપીઓની તપાસ ચાલુ છે. પીડિત મહિલાનાં ભાઇએ આ મામલે સાંકડા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો છે.
પોલીસ અનુસાર, આ કેસમાં જાગીરોની ઢાણી સાથે જોડાયેલો છે. આ એક વિધવા પર તેનાં સાસરાં પક્ષનાં લોકો એક અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવાં દબાણ કરી રહ્યાં હતાં. પણ મહિલા આ માટે તૈયાર ન હતી. આરોપ છે કે, આ બાદ ગુસ્સે ભરાયેલાં સાસરીયાએ મહિલાનું નાક અને જીભ કાપી નાખ્યું છે. મહિલાની હાલત ગંભીર છે જેને જોધપુર સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે આ મામલે મુખ્ય આરોપી જાનૂ ખાનની ધરપકડ કરી લીધી છે FIRમાં નોંધાયેલાં અન્ય આરોપીની તપાસ ચાલુ છે. તેમનાં સંભવિત ઠેકાણા પર પોલિસ તપાસ કરી રહી
છે પણ હજુ સુધી તેઓ પોલીસનાં હત્થે ચઢ્યા નથી.
આ પણ વાંચો- સાસરીયાએ પરણિતાને ડાકણ જણાવી તેની સાથે કરી મારઝૂડ, જાહેર બજારમાં કરી નિર્વસ્ત્ર
છ વર્ષ પહેલાં થયા હતાં મહિલાનાં લગ્ન- પોલીસ માહિતી પ્રમાણે, પીડિતાનાં ભાઇ જગીરોની ઢાણી નિવાસી બસીર ખાન તરફથી દાખલ રિપોર્ટમાં જણાવ્યાં અનુસાર, તેની બહેનનાં લગ્ન 6 વર્ષ પહેલાં ઢાણી નિવાસી કોજે ખાન સાથે થયા હતાં. લગ્નનાં એક વર્ષ બાદ કોજે ખાનનું નિધન થઇ ગયુ હતું. સાસરીયા પક્ષનાં લોકો સાસરાનાં જ અન્ય એક વ્યક્તિ સાથે તેનાં લગ્ન કરવા તેનાં ઉપર દબાણ નાખતા હતાં. પણ તેની બહેન આ માટે તૈયાર ન હતી.
મંગળવારનાં બપોરે તેમણે આ ઘટનાને અંજામ આપ્યો
આરોપ અનુસાર, મંગળવારની બપોરે 1 વાગ્યે દુલે ખાન, ઇકબાલ ખાન, હાસમ ખાન, સલિ પત્ની હાસમ ખાન, ફારુખ ખાન, આમ્બે ખાન, લાડૂ ખાન, મનુ ખાન, અનવર ખાન, સલીમ ખાન, જાનૂ ખાન, નેમતે ખાન અને નેવે ખાન જેવાં બે બાઇક અને 1 ટ્રેક્ટરમાં સવાર થઇને આવ્યાં હતાં. તેમણે એક થઇને પીડિતા પર જીવલેણ હુમલો કર્યો હતો બાદમાં ધારદાર હથિયારથી તેમની બહેનનું નાક અને જીભ કાપી નાંખી હતી. હુમલાવરોએ તેનો ડાબો હાથ પણ તોડી નાખ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર બિસ્મિલ્લાહએ વચ્ચે પડી બચાવવાનો પ્રયાસ કર્યો હતો તો હુમલો કરીને તેનો હાથ પણ તોડી નાખ્યો હતો. ઘાયલોને તુંરત જ હોસ્પિટલ પહોચાડવામાં આવ્યાં હતાં જ્યાં પ્રાથમિક ઉપચાર બાદ તેમની હાલત જોઇને તેમને જોધપુર રિફર કરવામાં આવ્યાં હતાં.