બળાત્કાર બાદ મહિલાને સળગાવી દીધી, મહિલાએ બાથ ભીડી લેતા પુરુષનું મોત

News18 Gujarati
Updated: March 6, 2019, 12:37 PM IST
બળાત્કાર બાદ મહિલાને સળગાવી દીધી, મહિલાએ બાથ ભીડી લેતા પુરુષનું મોત
પ્રતિકાત્મક તસવીર

મહિલાએ દાવો કર્યો હતો કે વ્યક્તિ તેને અવાર નવાર પરેશાન કરતો હતો, સોમવારે તે ઘરમાં ઘૂસી ગયો હતો અને તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો.

  • Share this:
માલ્દા : પશ્ચિમ બંગાળના માલ્દા જિલ્લામાં એક વ્યક્તિનું દાઝી જવાને કારણે મોત થયું છે. વ્યક્તિ પર આરોપ હતો કે તેણે કથિત રીતે એક વિધવાને પોતાની હવસનો શિકાર બનાવી હતી અને બાદમાં તેણી પર કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી. આ દરમિયાન મહિલાએ વ્યક્તિને બાથ ભીડી લીધી હતી જેના કારણે વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વ્યક્તિનું મોત થયું છે જ્યારે મહિલાની સારવાર ચાલી રહી છે.

આગને કારણે મહિલાને મોઢા અને હાથના ભાગ ઈજા પહોંચી છે. હાલ માલ્દા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે તેણીની સારવાર ચાલી રહી છે.

મહિલાએ દાવો કર્યો હતો કે, આરોપી અવાર નવાર તેણીને પરેશાન કરતો હતો. એટલું જ નહીં મંગળવારે તેણી ઘરે એકલી હતી ત્યારે તે બળજબરીથી ઘરમાં ઘૂસી ગયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીએ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેણીને સળગાવી દીધી હતી. આ દરમિયાન મહિલાએ તેને બાથ ભીડી લીધી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિ અવાર નવાર મહિલાના ઘરે આવતો જતો હતો. મહિલા વિધવા છે. ઘરમાં આગ લાગવાની જાણ થયા બાદ આસપાસના લોકો દોડી ગયા હતા. ઘરની અંદરથી કેરોસીનનું એક કેન પણ મળી આવ્યું હતું.

આ પણ વાંચો : સુરતમાં 13 વર્ષની દીકરી પર બળાત્કાર ગુજારનાર પિતાને જીવે ત્યાં સુધી જેલની સજા

આગ પર કાબૂ મેળવીને સ્થાનિકોએ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પુરુષનું મોત થયું હતું.પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલા તેની બે દીકરી સાથે સુભાષ કોલોનીમાં રહે છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે તે એ વાતની તપાસ કરી રહી છે કે મહિલાના ઘરથી 35 કિલોમીટર દૂર ચંચલ ખાતે રહેતો વ્યક્તિ મહિલાના ઘરે શું કરી રહ્યો હતો. પોલીસ આ મામલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.
First published: March 6, 2019, 9:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading