દારૂ પીને આવેલા પતિની આંગળી પત્નીએ કરડી ખાધી, પછી થયા આવા હાલ

News18 Gujarati
Updated: October 20, 2019, 7:16 PM IST
દારૂ પીને આવેલા પતિની આંગળી પત્નીએ કરડી ખાધી, પછી થયા આવા હાલ
મૃતક મહિલાની તસવીર

મૂળરૂપથી સિલીગુડીની રહેવાસી 42 વર્ષીય અમૃતા પોતાના પતિ સંજય સાથે હજ્જુપૂરામાં ભાડાના મકાનમાં રહેતી હતી. પતિસંજય તાજગંજમાં જ એક હોટલમાં વેઇટરની નોકરી કરતો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ દારૂ પીધા બાદ પતિ પોતાની પત્નીઓ (husband wife)સાથે મારામારી (fight)કરે એ બાબત તો સામાન્ય બની ગઇ છે. પરંતુ દારૂ (liquor)પીવા માટે રોકવામાં આવતા પત્નીને જીવ ગુમાવવો પડે એવી ઘટનાઓ ભાગ્યે જ બનતી હોય છે. આવી જ એક ઘટના આગ્રામાં બની છે જ્યાં પત્નીએ વેઇટર પતિને દારૂ પીવાથી રોકતા દારૂડિયા પતીએ પત્નીનો જીવ લઇ લીધો. ચહેરા ઉપર ફેંટો માર્યા બાદ પત્નીનું માંથુ દીવાલ સાથે અથડાવીને હત્યા કરી દીધી હતી.

હજ્જુપુરાના તાજગંજ પોલીસ સ્ટેશનમાં (Police station)આ અંગે ફરિયાદ (FIR) નોંધવામાં આવી છે. મૂળરૂપથી સિલીગુડીની રહેવાસી 42 વર્ષીય અમૃતા પોતાના પતિ સંજય સાથે હજ્જુપૂરામાં ભાડાના મકાનમાં રહેતી હતી. પતિ સંજય તાજગંજમાં જ એક હોટલમાં વેઇટરની નોકરી કરતો હતો. આ દંપતીની ત્રણ પુત્રીઓ પણ છે. જે પૈકી એકના લગ્ન થયા છે.

આ પણ વાંચોઃ-એક માસમાં રૂ.1900 સસ્તું થયું સોનું, જાણો ક્યારે છે સોનું ખરીદવાની સારી તક

પતિ સંજય શનિવારે દારૂ પીને ઘરે આવ્યો હતો. જેને લઇને પત્નીને તેને ટોક્યો હતો. પત્નીએ દારૂ પીવા પર પતિનો વિરોધ કર્યો હતો. જેના લીધે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પત્નીએ પતિની આંગળી દાંતથી કાપી નાંખી હતી. જેનાથી પતિ ખુબ જ ગેસ્સે ભરાયો હતો.

આ પણ વાંચોઃ-અન્ય સ્ત્રીના પ્રેમમાં પાગલ હતો પતિ, પત્નીએ વિરોધ કર્યો તો મળી આવી સજા

ક્રોધિત પતિએ પત્ની અમૃતાના ચહેરા ઉપર જોરદાર ભેંટો મારી હતી. ત્યારબાદ માંથુ પકડીને દીવાલ સાથે એટલી જોરથી ભટકાવ્યું કે અમૃતાએ બૂમ પાડી અને ત્યાંજ ઢળી પડી. માતાની બૂમ સાંભળીને 13 વર્ષીય પુત્રી રૂમમાંથી બહાર આવી તો માતા લોહીથી લથપથ હતી.આ પણ વાંચોઃ-મોદી સરકારની ખાસ સ્કીમ, રોજનો રૂપિયો ખર્ચ કરવાથી મળશે 2 લાખ રૂપિયા

તેણો પાડોશીઓની મદદ લીધી હતી અને તેને એસએન ઇમર્જન્સીમાં દાખલ કરાવી હતી. જ્યાં સારવાર દરમિયાન રવિવારે અમૃતાનું મોત થયું હતું. પુત્રીએ પોતાના પિતા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી સંજય સામે કાર્યવાહી શરૂ કરી છે.
First published: October 20, 2019, 7:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading