Home /News /crime /વ્યાપમના આરોપીઓએ રાષ્ટ્રપતિ પાસે માંગ્યું મોત

વ્યાપમના આરોપીઓએ રાષ્ટ્રપતિ પાસે માંગ્યું મોત

મધ્યપ્રદેશના ચકચારી વ્યાપમ કૌભાંડના કેસમાં ગ્વાલિયર જેલમાં બંધ 70 જેટલા આરોપીઓએ રાષ્ટ્રપતિને અરજી કરીને મોત માંગ્યું છે. આરોપીઓએ રાષ્ટ્રપતિને અરજી કરીને આત્મહત્યા કરવા માટે મંજૂરી માંગી છે.

મધ્યપ્રદેશના ચકચારી વ્યાપમ કૌભાંડના કેસમાં ગ્વાલિયર જેલમાં બંધ 70 જેટલા આરોપીઓએ રાષ્ટ્રપતિને અરજી કરીને મોત માંગ્યું છે. આરોપીઓએ રાષ્ટ્રપતિને અરજી કરીને આત્મહત્યા કરવા માટે મંજૂરી માંગી છે.

  • News18
  • Last Updated :
ભોપાલ # મધ્યપ્રદેશના ચકચારી વ્યાપમ કૌભાંડના કેસમાં ગ્વાલિયર જેલમાં બંધ 70 જેટલા આરોપીઓએ રાષ્ટ્રપતિને અરજી કરીને મોત માંગ્યું છે. આરોપીઓએ રાષ્ટ્રપતિને અરજી કરીને આત્મહત્યા કરવા માટે મંજૂરી માંગી છે.

વ્યાવસાયિક પરીક્ષા મંડળ(વ્યાપમ) દ્વારા લેવાયેલી પ્રિ મેડિકલ ટેસ્ટ (પીએમટી) અયોગ્ય રીતે પાસ કરવાના મુદ્દે ગ્વાલિયર જેલમાં રહેલા 70 જેટલા મેડિકલના છાત્રોએ રાષ્ટ્રપતિ પ્રણ મુખરજીને આ અરજી કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અરજીમાં તેઓએ કહ્યું છે કે, જામીન ઉપર છુટકારો કરવામાં આવે અથવા તો એમને આત્મહત્યા કરવાની મંજૂરી આપવામાં આવે.

અરજદાર એ એસ યાદવ અને અન્ય છાત્રોના સહી સાથોને આ પત્ર રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી જેલમાં બંધ છે. જેને લીધે એમનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. સામાજિક પ્રતિષ્ઠાનો ભોગ બનતાં આ વિદ્યાર્થીઓમાં નકારાત્મક વિચાર આવતા હોવાનું તેમજ આત્મહત્યા કરવાનો વિચાર આવતાં હોવાની રાવ વ્યક્ત કરવામાં આવી છે. જેલમાં બંધ હોવાને પગલે એમના પરિવારજનો પણ ભૂખમરાની સ્થિતિમાં આવી ગયા હોવાની રાવ વ્યક્ત કરવામાં આવી છે.
First published:

Tags: આત્મહત્યા, આરોપી, પ્રણવ મુખર્જી, રાષ્ટ્રપતિ, વ્યાપમ કૌભાંડ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन