મેળા કે ભીડભાડવાળી જગ્યાએ અનેક વાર મહિલાઓને ખરાબ સ્પર્શથી કેટલાક લોકો અડીને જતા રહે છે. કેટલીક વાર મહિલાઓ આ લપંટ લોકોને મેથીપાક પણ ચખાવે છે. પણ કેટલીક વાર અમુક વિકૃત લોકો માસૂમ બાળકીઓને આવી જ ભીડ વાળી જગ્યાએ પોતાનો શિકાર બનાવતા હોય છે. અને બિચારી આ બાળકીઓને તેને સમજી પણ નથી શકતી. પશ્ચિમ બંગાળમાં આવી જ એક ઘટના સામે એવી છે. જો કે આવા લંપટને એક જાગૃત નાગરિકે તેના મોબાઇલમાં રેકોર્ડ કરીને સોશ્યલ મીડિયા પર વાયરલ કરી છે.
પશ્ચિમ બંગાળના ચિનસુરાહમાં પોતાની માતા સાથે એક છોકરી મેળો દેખવા આવી હતી. તે બિચારી મેળા જેવામાં મશગૂલ હતી. પણ પાછળથી એક આધેડ જેની ઉંમર લગભગ 50 વર્ષની હશે તે જાહેરમાં અભદ્ર રીતે અડી રહ્યો હતો. પાછળથી તેની માતાને અંદાજ આવી જતા તે પોતાની બાળકીને ત્યાંથી ખસેડી દે છે. જો કે આ બધુ થતું હતું ત્યારે કોઇએ આ માણસનો વીડિયો ઉતારી લીધો હતો.
અમે આ વાયરલ વીડિયો અહીં મૂકી રહ્યા છીએ. નોંધનીય છે કે આ વીડિયો વાયરલ થયા પછી પોલીસે અજ્ઞાત વ્યક્તિ સામે રિપોર્ટ દાખલ કરી છે. અને આરોપીની શોધ ખાળ ચાલી રહી છે. અમે આ વીડિયો એટલા માટે અહીં મૂકી રહ્યા છીએ જેથી કરીને આ લંપટ વ્યક્તિ જલ્દીથી પકડાઇ શકે. ત્યારે તમે પણ જુઓ આ વીડિયો.